________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપાકની અપેક્ષાએ દર્શનાવરણીય ચતુષ્કનું સ્વરૂપ
(૧) જે કર્મના ઉદયથી જીવોને આંખો મળતી જ નથી. આંખો મળે તો પણ જન્માંધતા, મોતીયો, ઝામરો કે રતાંધળાપણું વગેરેને કારણે બિલકુલ દેખાય નહીં કે અસ્પષ્ટ દેખાય તે ચક્ષુદર્શનાવરણીયકર્મ કહેવાય. જેમકે :- ચક્ષુદર્શનાવરણીયકર્મનાં ઉદયથી એકેન્દ્રિય બેઇન્દ્રિય અને તેઇન્દ્રિયને આંખો મળતી જ નથી. ચરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવોને આંખો મળે તો પણ જન્માંધતા, મોતીયો વગેરેને કારણે બિલકુલ દેખાય નહી અથવા અસ્પષ્ટ દેખાય છે.
(૨) જે કર્મનાં ઉદયથી બહેરાશ બોબડાપણું શારીરિકખોડ, લકવો (પેરેલીસીસ) વગેરે થાય તે અચક્ષુદર્શનાવરણીયકર્મ કહેવાય.
૧- જે કર્મનાં ઉદયથી જીવને લકવો કે ચામડીનાં દર્દો થવાથી ચામડીની સામાન્ય સ્પર્શશક્તિ બુઠ્ઠી થાય તે સ્પર્શનદર્શનાવરણીયકર્મ કહેવાય.
૨- જે કર્મનાં ઉદયથી જીવને જીભ મળે જ નહીં અને જીભ મળે તો પણ ખાટું, મીઠું વગેરેનો સામાન્યબોધ કરાવનારી ૨સશક્તિ નાશ પામી જાય તે રસનદર્શનાવરણીયકર્મ કહેવાય.
જેમકે :- રસનદર્શનાવરણીયકર્મના ઉદયથી એકેન્દ્રિયજીવોને જીભ મળતી જ નથી બેઇન્દ્રિયાદિ જીવોને જીભ મળે તો પણ સામાન્યબોધ કરાવનારી રસશક્તિ નાશ પામી જાય કે બોબડા થવાય છે.
૩- જે કર્મનાં ઉદયથી જીવને નાક મળે જ નહીં અને નાક મળે તો પણ સામાન્યબોધ કરાવનારી ગંધશક્તિ નાશ પામી જાય તે ઘ્રાણદર્શનાવરણીયકર્મ કહેવાય.
જેમકે :- ઘ્રાણદર્શનાવરણીયકર્મનાં ઉદયથી એકેન્દ્રિય અને બેઇન્દ્રિય જીવોને નાક મળતું જ નથી. તેઇન્દ્રિયાદિ જીવોને નાક મળે તો પણ સામાન્યબોધ કરાવનારી ગંધશક્તિ નાશ પામી જવાથી સુગંધ અને દુર્ગંધની ખબર પડતી નથી.
૪- જે કર્મનાં ઉદયથી જીવને કાન ન મળે, અને કાન મળે તો પણ બહેરો થાય તે શ્રોત્રદર્શનાવરણીયકર્મ કહેવાય. જેમકે :- શ્રોત્રદર્શનાવરણીયકર્મના ઉદયથી એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય
૧૦૦
For Private and Personal Use Only