________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચનઃ-પૂર્વે કહ્યા મુજબ ચક્ષુદર્શન-અચક્ષુદર્શનશક્તિકર્મોદ્વારા ઢંકાઈ જવા છતાં પણ અત્યંત અલ્પ દર્શનશક્તિ તો અવશ્ય ખુલ્લી રહી જાય છે. તે ચક્ષુઅચક્ષુદર્શનાવરણીયકર્મનાં ક્ષયોપશમરૂપ છે. તેનાં કારણે આપણે ચક્ષુરિન્દ્રિયાદિ દ્વારા જોવું, સાંભળવું વગેરે ક્રિયા કરી શકીએ છીએ. પરંતુ નિદ્રાનો ઉદય થતા જીવ નિશ્ચષ્ટ થઈ જાય છે. ત્યારે જોવું, સાંભળવું વગેરે ક્રિયારૂપદર્શનોપયોગ અટકી જાય છે માટે નિદ્રાપંચકને સર્વઘાતી કહ્યું છે, તે ચક્ષુદર્શનાદિનો ઘાત કરે છે. અર્થાત્ સ્થૂલદર્શનોપયોગને અટકાવે છે. જ્યારે દર્શનાવરણીય ચતુષ્ક ભાયિક કે કક્ષાયોપથમિક દર્શનલબ્ધિને દબાવે છે. માટે તે બન્નેનું કાર્ય અલગ હોવાથી દર્શનાવરણીયકર્મ બે વિભાગમાં વહેંચાયેલું છે. (૧) દર્શનાવરણીયચતુષ્ક. (૨) નિદ્રાપંચક. જે અવસ્થામાં ચૈતન્ય કુત્સિત અસ્પષ્ટપણાને પામે તે “નિદ્રા” કહેવાય.
શુ-અચક્ષુદર્શનાવરણીયકર્મનાં ક્ષયોપશમથી પ્રગટેલી દર્શનશક્તિને ઢાંકનાર કાર્મણસ્કંધોને નિદ્રા નામનું દર્શનાવરણીય કર્મ કહેવાય.”
અહીં નિદ્રા એ કાર્ય છે. તેનું કારણ નિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને, નિદ્રા નામના દર્શનાવરણીયકર્મને પણ “નિદ્રા” કહેવાય છે.તે કર્મમલની તરતમતાને કારણે પાંચવિભાગમાં વહેંચાઈ જતી હોવાથી પાંચ પ્રકારે છે. તેને “નિદ્રાપંચક” કહેવાય છે.
(૧) ચપટી વગાડવા માત્રથી સુખપૂર્વક જાગી શકાય એવી ઊંઘને “નિદ્રા” કહેવાય. તેનું કારણ નિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ છે.
સુ-અચક્ષુદર્શનાવરણીયકર્મનાં ક્ષયોપશમથી પ્રગટેલી દર્શન-શક્તિને ઢાંકનાર મંદરસયુક્ત કાર્મણસ્કંધોને નિદ્રા નામનું દર્શનાવરણીયકર્મ કહેવાય.”
A. નિદ્રાપંચક સર્વઘાતી હોવા છતાં પણ સર્વથા દર્શનોપયોગને અટકાવી શકતું નથી. અત્યંતગાઢ નિદ્રાનાં ઉદય વખતે પણ અતિસૂક્ષ્મ દર્શનોપયોગ ચાલુ જ હોય છે. જો અતિસૂક્ષ્મ દર્શનોપયોગ પણ અટકી જાય તો જીવ જડ જ બની જાય.
B. કેવળદર્શન ક્ષાયિક છે અવધિ, ચક્ષુ, અચલુદર્શન ક્ષાયોપથમિક છે. દર્શના વરણીય કર્મના ક્ષય અને ઉપશમની કાર્મિક પ્રક્રિયાથી ઉત્પન્ન થતી દર્શનશક્તિને ક્ષાયોપશમકિદર્શન લબ્ધિ કહેવાય છે. અને દર્શનાવરણીયકર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થતી. દર્શનશક્તિને ક્ષાયિકદર્શનલબ્ધિ કહેવાય.
C. નિતિ કુલ્લિતત્વ ગતિ ચૈતચં ચાલુ તો નિદ્રાઃ
૧૦૨
For Private and Personal Use Only