________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ચઉરિન્દ્રિય જીવોને કાન મળતાં જ નથી. અને પંચેન્દ્રિયજીવોને કાન મળે તો પણ બહેરો થાય છે.
૫- જે કર્મનાં ઉદયથી જીવને મન ન મળે, અને મન મળે તો પણ સામાન્ય વિચાર શક્તિ બુટ્ટી થઈ જાય તે મનોદર્શનાવરણીયકર્મ કહેવાય. જેમકે :- મનોદર્શનાવરણીયકર્મના ઉદયથી અસંજ્ઞી જીવને દ્રવ્યમન મળતું નથી. અને સંજ્ઞીજીવોને દ્રવ્યમન મળે તો પણ સામાન્ય વિચારશક્તિ બુટ્ટી થઈ જાય છે.
આ પ્રમાણે અચદર્શનાવરણીયકર્મ ૫ પ્રકારે છે. (૩) જે કર્મના ઉદયથી સાક્ષાત્ આત્મા દ્વારા રૂપીદ્રવ્યોનો સામાન્ય બોધ ન થાય તે અવધિદર્શનાવરણીય કર્મ કહેવાય.
(૪) જે કર્મના ઉદયથી સાક્ષાત્ આત્મા દ્વારા લોકાલોકમાં રહેલા સર્વદ્રવ્ય-પર્યાયનો એકીસાથે સામાન્ય બોધ ન થાય તે કેવળદર્શનાવરણીય કર્મ કહેવાય.
દર્શનના ભેદ્ર-પ્રભેદનું યંત્ર
કેવળદર્શન
અવધિદર્શન સુદર્શન
ઇંદ્રિયદર્શન
અચકુદર્શન
ચક્ષુદર્શન
સ્પર્શનદર્શન રસનદર્શન ઘાણદર્શન શ્રોત્રદર્શન મનોદશન નિદ્રાપંચકનું સ્વરૂપ :सुह पडिबोहा निद्दा, निद्दानिद्दा दुक्ख पड़िबोहा । पयला ठिओवविट्ठस्स, पयलपयला उ चंकमओ ॥ ११ ॥ सुखप्रतिबोधा निद्रा, निद्रानिद्रा च दुःखप्रतिबोधा । प्रचला स्थितोपविष्टस्य प्रचलाप्रचला तु · चक्रमतः ॥ ११ ॥
ગાથાર્થ - સુખપૂર્વક જાગૃત થવાય તે નિદ્રા, દુઃખપૂર્વક જાગૃત થવાય તે નિદ્રા-નિદ્રા, ઉભેલાં અને બેઠેલાને નિદ્રા આવે તે પ્રચલા, ચાલતાં જે નિદ્રા આવે તે પ્રચલાપ્રચલા.
૧૦૧
For Private and Personal Use Only