________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાથાર્થ - દેવો અને મનુષ્યોને પ્રાયઃ શાતાવેદનીયનો ઉદય હોય છે તથા નારક અને તિર્યંચોને પ્રાયઃ અશાતાવેદનીયનો ઉદય હોય છે. મોહનીયકર્મ મદિરા જેવું છે. તેનાં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એમ બે ભેદ છે. વિવેચન - મોન્ન=પ્રાય=ઘણું કરીને.
ચતુર્ગતિરૂપ સંસારમાં ભટકતો જીવ વેદનીયકર્મોદયજન્ય સુખદુઃખને પરાવર્તમાનપણે અનુભવે છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખનું ચક્ર ચાલ્યા જ કરે છે. પરંતુ દેવગતિ અને મનુષ્યગતિમાં દેવો અને મનુષ્યો ઘણું કરીને શાતાવેદનીયના ઉદયથી સુખને અનુભવે છે. તથા તિર્યંચગતિ અને નરકગતિમાં તિર્યંચો અને નારકો ઘણું કરીને અશાતાવેદનીયના ઉદયથી દુઃખને અનુભવે છે.
યદ્યપિ દેવોને ચ્યવનકાળે, સ્ત્રીવિયોગાદિકાળે, તથા મનુષ્યોને ગર્ભાવાસમાં, ઠંડી-ગરમી વગેરે પ્રતિકૂળ સંયોગમાં કે રોગાદિ કષ્ટ વખતે અશાતાનો ઉદય હોય છે. અને તિર્યંચોમાં પટ્ટહસ્તિ, ઘોડા, કૂતરા, પોપટાદિનું પ્રેમપૂર્વક પાલનપોષણ થતું હોય ત્યારે શાતાવેદનીયનો ઉદય હોય છે. અને નારકોને તીર્થંકરભગવંતોનાં જન્મકલ્યાણકાદિ વખતે શાતાવેદનીયનો ઉદય હોય છે. માટે ગાથામાં “સ” શબ્દ મૂક્યો છે.
દેવોને શાતાવેદનીયનો ઉદય તીવ્ર હોવાથી શારીરિક સુખ ઘણું જ અનુભવે છે. તેનાં કરતાં મનુષ્યોને શાતાવેદનીયનો ઉદય ઓછો હોવાથી શારીરિક સુખ ઓછું અનુભવે છે. નારકીને અશાતાવેદનીયનો ઉદય તીવ્ર હોવાથી શારીરિક દુઃખ ઘણું જ અનુભવે છે. તેનાં કરતાં તિર્યંચોને અશાતાનો ઉદય ઓછો હોવાથી શારીરિક દુઃખ ઓછું અનુભવે છે.
મોહનીયકર્મ
આત્મા ક્ષાયિકચારિત્ર ગુણનો માલિક છે. પરંતુ જ્યાં સુધી ક્ષાયિકસમ્યગદર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ક્ષાયિકચારિત્ર પ્રાપ્ત થતું નથી. કારણકે
સર્વજ્ઞભગવંતે જે વસ્તુ જેવા સ્વરૂપે કહી છે. તે વસ્તુ તેવા જ સ્વરૂપે સમજી કે માની શકાય એવી આત્મિકશક્તિને સમ્યગુદર્શન કહેવાય છે.” તેનું કાર્ય “સદ્દષ્ટિ” છે. અને ક્ષાયિકચારિત્રનું કાર્ય “શુદ્ધપ્રવૃત્તિ” છે. “જીવની જેવી
૧૦૭
For Private and Personal Use Only