________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંકુચિત (ઘાયલ) થઈ જવાથી, સાક્ષાત્ આત્માદ્વારા, રૂપી દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ જાણી શકાતું નથી પરંતુ લાકડીની સહાયથી ચાલતાં લંગડામાણસની જેમ જીવ ઇન્દ્રિય અને મનની સહાયતાથી કેટલાક રૂપી દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ જાણી શકે છે માટે ઈદ્રિય અને મનની સહાયતાથી પદાર્થનું સામાન્ય સ્વરૂપ જણાવનારી આત્મિકશક્તિને “ઇંદ્રિયદર્શન” કહેવાય છે. “ઇંદ્રિયદર્શનને ઢાંકનાર કાર્મણસ્કંધોને ઇંદ્રિયદર્શનાવરણીયકર્મ કહેવાય છે”
ઇંદ્રિયદર્શન બે વિભાગમાં વહેંચાયેલું છે. કારણકે જગતમાં વ્યાવહારિકદષ્ટિએ દર્શન શબ્દનો અર્થ આંખથી જોવું એવો પ્રચલિત છે. માટે લૌકિકવ્યવહારને અનુસરીને ચક્ષુદર્શનને જુદુ પાડ્યું છે. ચક્ષુદર્શન જુદુ પડવાથી ચક્ષુ સિવાયની બાકીની ઇંદ્રિયો દ્વારા થતા સામાન્ય બોધને અચસુદર્શન કહેવાતું હોવાથી ઇંદ્રિયદર્શન ૨ પ્રકારે છે (૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન. આંખદ્વારા વસ્તુનો જે સામાન્ય બોધ થાય તેને “ચક્ષુદર્શન” કહેવાય. “ચક્ષુદર્શનને ઢાંકનાર કાર્મણસ્કંધો ને ચક્ષુદર્શનાવરણીયકર્મ કહેવાય.”
તથા, આંખ સિવાયની બાકીની ઇન્દ્રિયો અને મનદ્વારા વસ્તુનો જે સામાન્યબોધ થાય છે તેને અચક્ષુદર્શન કહેવાય છે. “અચક્ષુદર્શનને ઢાંકનાર કાર્મણસ્કંધોને અચક્ષુદર્શનાવરણીયકર્મ કહેવાય.” - (૧) તેમાં, ચામડી દ્વારા વસ્તુ ઠંડી છે કે ગરમ ? સુંવાળી છે કે ખરબચડી ? ભારે છે કે હલકી ? ચીકણી છે કે લક્ષ્મી ? એવો જે સામાન્યબોધ થાય તેને “સ્પર્શનદર્શન” કહેવાય. “સ્પર્શનદર્શનને ઢાંકનાર કાર્મણસ્કંધોને સ્પર્શનદર્શનાવરણીયકર્મ કહેવાય.”
(૨) જીભદ્વારા ખાટું, મીઠું, તીખું, તુરું, કડવું વગેરે રસનો જે સામાન્યબોધ થાય છે. તે “રસનદર્શન” કહેવાય. • “રસનદર્શનને ઢાંકનાર કાર્મણસ્કંધોને રસનદર્શનાવરણીયકર્મ કહેવાય.”
(૩) નાકદ્વારા, સુગંધ કે દુર્ગધનો જે સામાન્યબોધ થાય તે “ઘાણદર્શન” કહેવાય. ઘાણદર્શનને ઢાંકનાર કાર્યણસ્કંધોને ઘાણદર્શનાવરણીયકર્મ કહેવાય.”
૯૮
For Private and Personal Use Only