________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) પરંપર પ્રયોજન.
અનંતર = તરત, શીધ્ર. (૧) ગ્રન્થરચનાદિ કાર્ય કરવાથી જે તાત્કાલિક ફળ પ્રાપ્ત થાય તે અનંતર પ્રયોજન.
પરંપર = અંતિમ, છેલ્લું. (૨) ગ્રન્થરચનાદિ કાર્ય કરવાથી જે કાલાન્તરે ફળ પ્રાપ્ત થાય તે પરંપરપ્રયોજન. અનંતરપ્રયોજન બે પ્રકારે છે.
(૧) ગ્રન્થકર્તાનું અનંતર પ્રયોજન. (૨) શ્રોતાનું અનંતર પ્રયોજન.
(૧) પંચમકાળમાં ઉત્પન્ન થયેલા મહાનુભાવોનાં બુદ્ધિ, બળ, આયુષ્ય વિગેરે કાળક્રમે ઘટતાં હોવાથી અલ્પાયુષ્યવાળા તથા અલ્પબુદ્ધિવાળા જીવો આગમાદિ દ્વારા કર્મવિપાકનું જ્ઞાન મેળવી શકતાં નથી. જેથી મંદબુદ્ધિવાળા જીવોને, કર્મવિપાકનો “સંક્ષેપમાંથી બોધ કરાવનારી ઉપકારક બુદ્ધિથી થતી કર્મનિર્જરા તથા જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ તીવ્ર થવો એ સર્વે “ગ્રન્થકર્તાનું અનંતર પ્રયોજન” (શીધ્રફળ) છે. (૧) ગ્રન્થ ભણવાથી, વાંચવાથી કે સાંભળવાથી કર્મવિપાકનો બોધ
કરવો. કર્મવિપાકનાં અભ્યાસારા અપૂર્વ કર્મનિર્જરા કરવી. કર્મવિપાકનાં અભ્યાસ દ્વારા આત્મપરિણતિમાં સુધારો થવો. એ સર્વે શ્રોતાનું અનંતર પ્રયોજન (શીધ્રફળ) છે.
પરંપર પ્રયોજન પણ બે પ્રકારે છે. (૧) ગ્રન્થકર્તાનું પરંપર પ્રયોજન. (૨) શ્રોતાનું પરંપર પ્રયોજન.
કર્મવિપાકને જાણીને કર્મમાંથી મુક્તિ મેળવવી એ “ગ્રન્થકર્તા અને શ્રોતાનું પરંપર પ્રયોજન” (અંતિમફળ) છે. (૩) સંબંધઃ- બે વસ્તુની પરસ્પર સાપેક્ષતાને સંબંધ કહેવાય.
બે વસ્તુનો પરસ્પર સંબંધ અનેક પ્રકારે થાય છે.
For Private and Personal Use Only