________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬) અપ્રતિપાતિ :- જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી ક્યારેય પણ નાશ ન પામે તે અપ્રતિપાતિ કહેવાય. : આ અવધિજ્ઞાની સંપૂર્ણલોક ઉપરાંત અલોકનાં એક આકાશપ્રદેશને પણ જાણી-દેખી શકે છે. જો કે અલોકમાં અવધિજ્ઞાનીને કાંઈ જ જાણવાનું-જોવાનું હોતું નથી. તો પણ તેની શક્તિનું માપદંડ બતાવ્યું છે. જ્યારે સંપૂર્ણલોક ઉપરાંત અલોકને વિષે એક અકાશપ્રદેશને જાણી શકવાની શક્તિ ઉત્પન્ન થાય છે. ત્યારે જીવ પરમાવધિજ્ઞાનને પામે છે. ત્યાર પછી અંતર્મુહૂર્તકાળમાં નિયમો કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અવધિજ્ઞાનના સ્વામી - સામાન્યથી મનુષ્યાદિ ૪ ગતિના જીવોને અવધિજ્ઞાન થઈ શકે છે. પરંતુ મનુષ્યને અવધિજ્ઞાનના સર્વભેદો ઘટી શકે છે. તિર્યંચને અપ્રતિપાતિ સિવાયનાં પાંચ ભેદો ઘટી શકે છે. દેવી -નારકને આનુગામિક અવધિજ્ઞાન હોય છે.
મિથ્યાત્વદશામાં જીવને અજ્ઞાનતા જ હોય છે માટે મિથ્યાદષ્ટિ જીવોનાં મતિ-શ્રુત-અવધિને, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અવધિઅજ્ઞાન = વિર્ભાગજ્ઞાન કહેવાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ અવધિજ્ઞાન ૪ પ્રકારે છે. (૧) દ્રવ્યથી અવધિજ્ઞાની ઓછામાં ઓછા અનંતરૂપી દ્રવ્યોને જાણી શકે દેખી શકે. તથા વધુમાં વધુ લોકમાં રહેલા સંપૂર્ણ દ્રવ્યોને જાણી શકે છેદેખી શકે છે. (૨) ક્ષેત્રથી અવધિજ્ઞાની ઓછામાં ઓછા અંગલના અસંખ્યાતમા ભાગમાં રહેલા રૂપીદ્રવ્યોને જાણી શકે છે અને દેખી શકે છે. તથા વધુમાં વધુ લોક જેવડા અસંખ્યાતા ખંડૂક જાણે-દેખે. (૩) કાળથી - અવધિજ્ઞાની ઓછામાં ઓછાં આવલિકાનાં અસંખ્યાતમાભાગ પ્રમાણ કાળમાં થનાર રૂપી દ્રવ્યોને જાણી શકે અને દેખી શકે પણ બે ચાર કે સંખ્યાતા સમયોમાં જે પ્રસંગ કે પદાર્થ ઉત્પન્ન થઈને નાશ પામી જાય છે. તેને અવધિજ્ઞાની જાણી શકતા નથી કારણ કે છબીને કોઈપણ A. अणुगामिओ य ओही नेरइयाणं तहेव देवाणं ।
[જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગાથા નાં. ૭૧૪] B. ક્ષેત્ર અને કાળ અરૂપી હોવાથી અવધિજ્ઞાની ક્ષેત્ર અને કાળને જોઈ શકતો નથી માટે અહીં ક્ષેત્રથી તેટલાં ક્ષેત્રમાં અને કાળથી તેટલા કાળમાં રહેલાં રૂપી દ્રવ્યો સમજવા.
For Private and Personal Use Only