________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસ્તુ જાણવી કે જોવી હોય તો અંતર્મુહૂર્તકાળ લાગે છે માટે ઓછામાં ઓછા અસંખ્યાતા સમયોમાં થનાર પદાર્થને જાણી શકે છે. તથા વધુમાં વધુ અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ પ્રમાણ ભૂતકાળમાં થયેલાં અને ભવિષ્યકાળમાં થવાના, રૂપી દ્રવ્યોને [પદાર્થોને જાણી કે જોઈ શકે છે. (૪) ભાવથી - અવધિજ્ઞાની રૂપી દ્રવ્યોના ઓછામાં ઓછા અનંતપર્યાય=ધર્મને જાણી અને જોઈ શકે છે. તથા વધુમાં વધુ પણ રૂપી દ્રવ્યના અનંતપર્યાયોને જાણી તથા જોઈ શકે છે.
અહીં અનંતના અનંતભેદ હોવાથી જઘન્ય અનંતુ નાનું લેવું અને ઉત્કૃષ્ટ અનંતુ મોટું લેવું. આ અનંતભાવો પણ સર્વભાવોને અનંતમે ભાગે જાણવા.
અવધિજ્ઞાનના દ્રવ્ય-પર્યાયની અપેક્ષાએ અનંતભેદ જાણવા અને ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ અસંખ્યાતભેદ જાણવા. કારણ કે શેયના ભેદથી જ્ઞાનનો પણ ભેદ થાય છે. શેયરૂપ દ્રવ્ય અનંત વિષયવાળું હોવાથી દ્રવ્યથી અવધિજ્ઞાન અનંતભેદે કહ્યું છે. અને શેયરૂપ ક્ષેત્ર અને કાળ અસંખ્ય વિષયવાળું હોવાથી ક્ષેત્ર અને કાળથી અવધિજ્ઞાન અસંખ્યભેદે કહ્યું છે.
મન:પર્યવજ્ઞાનનાં ૨ ભેદ છે. (૧) જુમતિમન:પર્યવજ્ઞાન, (૨) વિપુલમતિમન:પર્યવજ્ઞાન. (૧) અજુમતિમન:પર્યવજ્ઞાન :- અઢીદ્વિપ તથા બે સમુદ્રમાં રહેલા સંશિ પંચેન્દ્રિય જીવોના મનના વિચારોને સામાન્યરૂપે જાણે તથા જોવે તે જામતિમન:પર્યવજ્ઞાન કહેવાય. દા.ત. કુંભાર ઘટ સંબંધી વિચાર કરતી વખતે મનને યોગ્ય પગલ સ્કંધોને ગ્રહણ કરીને ઘટાકારે પરિણાવી = ગોઠવીને આકાશમાં છોડી મૂકે છે. તે મનોદ્રવ્યને જોઈને જુમતિ મન:પર્યવજ્ઞાની અનુમાન કરે છે કે કુંભાર હાલમાં “ માટીના ઘટનો વિચાર કરી રહ્યો છે.” એ રીતે સામાન્યજ્ઞાન થાય પણ તે ઘટ અમદાવાદી છે. શિયાળુ છે એવું વિશેષજ્ઞાન ન થાય તે ઋજુમતિમન:પર્યવજ્ઞાન કહેવાય. (૨) વિપુલમતિ :- અઢીદ્વીપ તથા બે સમુદ્રમાં રહેલાં સંક્ષિપંચેન્દ્રિયજીવોના મનના વિચારને વિશેષરૂપે જાણે તથા જોવે તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય. દા.ત. કુંભાર ઘટ સંબંધી વિચાર કરતી વખતે, પોતે જે આકાશપ્રદેશને
८८
For Private and Personal Use Only