________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલ્પ અલ્પતર કે અલ્પતમ થાય છે. એટલે જેમ જેમ જ્ઞાનગુણ વધુ ને વધુ ઢંકાતો જાય છે તેમ તેમ અજ્ઞાનતા, મૂર્ખતા વધતી જાય છે. અને જેમ જેમ કર્મમલ ઓછો થતો જાય છે. તેમ તેમ જ્ઞાનગુણને વધુ ને વધુ પ્રગટ થતો જાય છે. તેથી જ્ઞાનને બહારથી મેળવવાનું હોતું નથી પણ યોગ્ય પ્રયત્નદ્વારા અંદરથી પ્રગટ કરવાનું હોય છે. જેમ આંખે બાંધેલો પાટો છૂટી જતાં વસ્તુ સ્પષ્ટ દેખાય છે. તેમ આત્મામાં સદાને માટે કેવળજ્ઞાન એક સરખુ જ ઝગમગતું રહેતું હોવાથી, જ્ઞાનાવરણીયકર્મ રૂ૫ પાટો ખસી જતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે હથેળીમાં રહેલા આમળાની જેમ લોકાલોકમાં રહેલી સંપૂર્ણ વસ્તુ દેખાય છે.
| દર્શનાવરણીયકર્મ
દ્વારપાળ જેવું દર્શનાવરણીયકર્મ :
દર્શનાવરણીયકર્મનો સ્વભાવ દ્વારપાળ જેવો છે. જેમ રાજા દ્વારપાળ જવું તમને મલવા ઇચ્છતા હોય. તમે રાજાને મલવા ઇચ્છતા
હોય પરંતુ દ્વારપાળ નારાજ હોય તો તે તમને રાજાની પાસે જતા અટકાવી દે. તેથી તમે રાજાને મળી શકશે નહીં
કે રાજા તમને મળી શકે નહીં. જીવરૂપી રાજાની ઇચ્છા વિરણીય ઘટાદિ પદાર્થોને જોવાની છે. પરંતુ દ્વારપાળની
- જેમદર્શનાવરણીયકર્મઆત્માની દર્શન શક્તિને ઢાંકી દે છે. માટે જીવ ઘટાદિ પદાર્થોને જોઈ શકતો નથી.
ગાથામાં “સંસવ” એ પદથી દર્શનાવરણીય ચતુષ્કનું ગ્રહણ કરવું કેમકે “પદનો એક દેશ કહ્યો હોય તો આખાપદનું ગ્રહણ કરવું A.“ક્ષય અને ઉપશમની કાર્મિકપ્રક્રિયાને ક્ષયોપશમ કહેવાય છે.” “ક્ષયોપશમથી ઉત્પન્ન થતા જ્ઞાનને ક્ષાયોપથમિકશાન કહેવાય છે. અને “જ્ઞાનાવરણીયકર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થતા જ્ઞાનને શાયિકજ્ઞાન કહેવાય છે.” મત્યાદિ ૪ જ્ઞાન લાયોપામિક છે અને કેવળજ્ઞાન ક્ષાયિક છે. તેથી મત્યાદિ ૪ શાનમાં વધઘટ થાય છે. પરંતુ કેવળજ્ઞાનમાં ક્યારેય વધઘટ થતી નથી.
૯૫
For Private and Personal Use Only