________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવો ન્યાય છે” જેમ “ભીમ” કહેવાથી “ભીમસેન” સમજાય છે. તેમ “હંસU/as” કહેવાથી દર્શનાવરણીય ચતુષ્ક સમજવું.
દર્શનાવરણીય ચતુષ્ક અને પાંચ નિદ્રા મળીને દર્શનાવરણીયકર્મ ૯ પ્રકારે કહ્યું છે તેનું સ્વરૂપ ગ્રન્થકાર શ્રી સ્વયં જ આગળ બતાવે છે. દર્શનાવરણીય ચતુષ્કનું સ્વરૂપ :
चक्खु-दिट्टि-अचक्खु-सेसिंदिय-ओहि केवलेहिं च । दंसणमिह सामन्नं, तस्सावरणं तयं चउहा ॥ १० ॥ રક્યુર્વષ્ટિ-વધુઃ-શેન્દ્રિય-અવધિ-વૈવર્તશ |
दर्शनमिह सामान्यं, तस्यावरणं तच्चतुर्धा ॥ १० ॥ ગાથાર્થ :- ચક્ષુ એટલે આંખ, અચશુ એટલે ચક્ષુસિવાયની બાકીની ઈન્દ્રિયો અને મન, અવધિ અને કેવળ વડે થતા દર્શનને જૈનશાસામાં સામાન્યબોધ કહેવાય છે. તેનું આવરણ ચાર પ્રકારે છે.
વિવેચન - દર્શનાવરણીયકર્મનું સ્વરૂપ જાણતાં પહેલાં દર્શનગુણનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઇએ. દર્શન શબ્દમાં “દશ” ધાતુ છે. તેનો અર્થ જોવું થાય છે. પરંતુ જેનશાસ્ત્રમાં “જોવું” તદુપરાંત “વસ્તુનું સામાન્ય સ્વરૂપ જાણવું” એવો પણ અર્થ થાય છે.
દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ ધર્માત્મક હોય છે. તેમાંથી “વસ્તુનું સામાન્ય સ્વરૂપ જાણવું તે દર્શન” કહેવાય. અને “વસ્તુનું વિશેષ સ્વરૂપ જાણવું તે શાન” કહેવાય. દા.ત. “સામે વૃક્ષ દેખાય છે.” એવું જે જ્ઞાન થયુ તે સામાન્ય બોધ કહેવાય. અને “તે વૃક્ષ પીપળો છે.” એવું જે જ્ઞાન થયું તે વિશેષબોધ કહેવાય. સામાન્યમાં જ વિશેષ રહેલુ છે. જે સામાન્યથી વૃક્ષ છે, તે જ વિશેષથી પીપળો છે. જે સામાન્યથી જીવ છે, તે જ વિશેષથી મનુષ્ય છે. જે સામાન્યથી મનુષ્ય છે, તે જ વિશેષથી રમેશ છે.
અહીં પૂર્વપૂર્વના બોધની અપેક્ષાએ પછી પછીનો બોધ એ જ્ઞાન છે. અને તેની પૂર્વનો બોધ એ દર્શન છે. કારણ કે પૂર્વનાં બોધની અપેક્ષાએ પછીના બોધમાં કાંઈક વિશેષતા જણાય છે. માટે “લાયોપથમિકશાનની પૂર્વનો બોધ તે દર્શન
૯૬
For Private and Personal Use Only