________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) “મતિજ્ઞાનને ઢાંકનાર કાર્મણસ્કંધોને મતિજ્ઞાનાવરણીયકર્મ કહેવાય”
યદ્યપિ કર્મમલની તરતમતાને લીધે જ્ઞાનગુણ અસંખ્યવિભાગમાં વહેંચાઈ જવાથી જ્ઞાનાવરણીયકર્મના પણ અસંખ્યપ્રકાર થાય. પરંતુ તે સર્વેનો મહાપુરુષોએ, કાર્યની અપેક્ષાએ પાંચ વિભાગમાં સમાવેશ કરીને જ્ઞાનાવરણીયકર્મ પાંચ પ્રકારે કહ્યું છે.' વિપાકની અપેક્ષાએ જ્ઞાનાવરણીયકર્મના ભેદનું સ્વરૂપ (૧) જે કર્મનાં ઉદયથી જીવને ઔત્પાત્તિકી વિગેરે બુદ્ધિ ઉત્પન્ન ન
થાય, જોયેલું, સાંભળેલું, અનુભવેલું ભૂલી જાય, કાંઈપણ યાદ ન રહે તે મતિજ્ઞાનાવરણીયકર્મ કહેવાય. જે કર્મનાં ઉદયથી જીવને ભણવું ન ગમે, ભણાવતાં ન આવડે, ભણેલું ભૂલી જાય, તેને શ્રુતજ્ઞાનાવરણીયકર્મ કહેવાય. જે કર્મના ઉદયથી સાક્ષાત્ આત્મા દ્વારા, રૂપી દ્રવ્યોને જાણી ન શકાય તે અવધિજ્ઞાનાવરણીયકર્મ કહેવાય. જે કર્મના ઉદયથી જીવ અઢીદ્વીપમાં રહેલાં સંજ્ઞીજીવના મનના
વિચારોને જાણી ન શકે તે મન:પર્યવજ્ઞાનાવરણીયકર્મ કહેવાય. (૫) જે કર્મના ઉદયથી જીવ ત્રણે કાળનાં સર્વદ્રવ્યનાં સર્વ પર્યાયોને
એકીસાથે જાણી ન શકે તે કેવળજ્ઞાનાવરણીયકર્મ કહેવાય. આમ, મતિજ્ઞાનાવરણીયાદિ કર્મ પાંચ પ્રકારે હોવા છતાં પણ પાંચ આંગળીની બનાવેલ એક મુઠ્ઠી, ઘી, ગોળ, લોટ વિગેરે નાં સમૂહથી બનાવેલો લાડુ, મૂળ, છાલ, પત્ર, શાખાદિના સમુદાયરૂપ વૃક્ષની જેમ મતિજ્ઞાનાવરણીયાદિ પાંચનાં સમુદાયને સામાન્યથી જ્ઞાનાવરણીયકર્મ કહેવાય છે. આંખે બાંધેલા પાટા જેવું જ્ઞાનાવરણીયકર્મ :સાંખે પાટા જેવું 1 જ્ઞાનાવરણીયકર્મનો સ્વભાવ આંખે બાંધેલા
પાટા જેવો છે. જેમાં નિર્મળ આંખે બાંધેલો વસ્ત્રનો પાટો ગાઢ, ગાઢર, કે ગાઢતમ હોય તો જીવને અલ્પ, અલ્પતર કે અલ્પતમ દેખાય છે. તેમ
જ્ઞાનગુણ ઉપર કર્મમલનું થર ગાઢ, ગાઢતર કે જ્ઞાનાવરણીય કર્મ
ગાઢતમ હોય તો જીવને પદાર્થનો બોધ A. વિપાક એટલે કર્મનો ઉદય, કર્મનું ફળ, કર્મની આત્મા પર થતી સારી કે ખોટી અસર.
For Private and Personal Use Only