________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવાય છે. એ ક્ષાયોપથમિકજ્ઞાનશક્તિદ્વારા જીવ લોકમાં રહેલાં માત્ર રૂપી દ્રવ્યોને જાણી શકે છે. પરંતુ અરૂપી દ્રવ્યોને જાણી શકતો નથી કારણકે કેવળજ્ઞાન ઘનઘાતી કર્મોદ્વારા ઢંકાઈ જવાથી જ્ઞાનશક્તિમર્યાદિત (સંકુચિત) બની જાય છે. માટે મર્યાદિત જ્ઞાનશક્તિદ્વારા જીવ માત્ર રૂપી દ્રવ્યોને જાણી શકે છે. એમાં પણ “માત્ર મનોદ્રવ્યને જણાવનારી આત્મિકશક્તિને “મન:પર્યવજ્ઞાન” કહેવાય છે. તેમજ (૨) “મન:પર્યવજ્ઞાનને ઢાંકનાર કાર્મણસ્કંધો ને મન:પર્યવજ્ઞાનાવરણીયકર્મ કહેવાય” - તથા લોકમાં રહેલાં સંપૂર્ણ રૂપી દ્રવ્યોને જણાવનારી આત્મિકશક્તિને “અવધિજ્ઞાન” કહેવાય છે. તેમજ (૩) “અવધિજ્ઞાનને ઢાંકનાર કાર્યણસ્કંધો ને અવધિજ્ઞાનાવરણીયકર્મ કહેવાય.”
લાયોપશકિજ્ઞાનશક્તિરૂપ મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન પણ કર્મો દ્વારા ઢંકાઈ જતાં, જ્ઞાનશક્તિ વધુ સંકુચિત (ઘાયલ) થઈ જવાથી સાક્ષાત્ આત્મા દ્વારા રૂપી દ્રવ્યો જાણી શકાતા નથી પરંતુ જેમ લંગડો માણસ સ્વતંત્ર રીતે ચાલવામાં અસમર્થ હોવાથી લાકડીની સહાયથી ચાલે છે, તેમ જીવ સાક્ષાત્ આત્મા દ્વારા રૂપી દ્રવ્યોને ઓળખવામાં અસમર્થ હોવાથી ઈદ્રિય અને મનની સહાયતાથી કેટલાક રૂપી દ્રવ્યોને જાણી શકે છે. તેમાં પણ, શાખાભ્યાસ, વાંચન કે સાંભળવા દ્વારા રૂપી દ્રવ્યનો બોધ કરાવનારી આત્મિકશક્તિને “શ્રુતજ્ઞાન” કહેવાય છે. (૪) “શ્રુતજ્ઞાનને ઢાંકનાર કાર્માસ્કંધોને શ્રુતજ્ઞાનાવરણીયકર્મ કહેવાય”
તથા, શ્રુતની અપેક્ષા વિના, ઇંદ્રિય અને મનની સહાયતાથી રૂપી દ્રવ્ય નો બોધ કરાવનારી આત્મિક શક્તિને “મતિજ્ઞાન” કહેવાય. A. શાસ્ત્રકાર ભગવંતોએ આત્મિક વિકાસક્રમની દૃષ્ટિએ પહેલું મતિજ્ઞાન અને છેલ્લે કેવળજ્ઞાન કહ્યું છે. પરંતુ અહીં અભ્યાસુવર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ અને પદ્ગલિકકર્મની ભિન્નતાને સ્પષ્ટ રીતે સમજી શકે એ દૃષ્ટિએ પહેલું કેવળજ્ઞાન અને છેલ્લું મતિજ્ઞાન
છે.
૯૯
For Private and Personal Use Only