________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉત્પન્ન થયું હોય તે જ સ્થળે સાંકળે બાંધેલા દીવાની જેમ સ્થિર રહી જાય છે. પણ અન્ય સ્થળે સાથે જતું નથી માટે તે વ્યકિત અવધિજ્ઞાન દ્વારા જેટલા યોજન સુધી સાક્ષાત્ આત્માદ્વારા પદાર્થોને દેખી શકે છે. તેટલાં યોજનની બહાર નીકળી જાય તો તે સાક્ષાત્ આત્માદ્વારા પદાર્થોને દેખી શકતો નથી. વિશેષાવશ્યકભાષ્ય ગાથા નંબર ૭૧૫ માં કહ્યું છે કે;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંખની જેમ જે અવધિજ્ઞાન અન્ય સ્થળે જનાર પુરુષની સાથે જાય તે આનુગામિક અવધિજ્ઞાન કહેવાય અને સ્થિર દીપકની જેમ જે અવધિજ્ઞાન અન્યસ્થળે જનાર પુરુષની સાથે ન જાય તે અનાનુગામિક અવધિજ્ઞાન કહેવાય. (૩) વર્ધમાન :- ઘણાં લાકડા નાંખવાથી જેમ અગ્નિની જ્વાળા વધતી જાય છે. તેમ વિશુદ્ધ-વિશુદ્ધતર અધ્યવસાયથી જે અવધિજ્ઞાન વધતું જાય તે વર્ધમાન કહેવાય. સૌ પ્રથમ ઉત્પત્તિકાળે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા ક્ષેત્રને જુએ છે. પછીથી પ્રતિસમયે ક્રમશઃ વધતાં છેવટે અલોકને વિષે લોકપ્રમાણ અસંખ્યાતા ખંડુક [ટુકડા] ને દેખે છે.
યદ્યપિ અવધિજ્ઞાની માત્ર રૂપી દ્રવ્યોને જ જોઇ શકે છે. અરૂપી દ્રવ્યોને જોઇ શકતો નથી. અલોકમાં માત્ર આકાશાસ્તિકાય જ છે. તે અરૂપી છે માટે અવધિજ્ઞાનીને અલોકમાં જોવા લાયક કાંઇ જ નથી છતાં પણ ‘અલોકને વિષે લોકપ્રમાણ અસંખ્યાતા ખંડુકને દેખે” એમ જે કહ્યું છે તે ક્ષાયોપમિક શક્તિનું માપદંડ બતાવ્યું છે. જ્યારે અલોકમાં લોક-પ્રમાણ અસંખ્યાતા ખંડુકને દેખી શકે એવી શક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે તે વ્યક્તિ લોકમાં રહેલા સૂક્ષ્મ સૂક્ષ્મતર સ્કંધોને જોઇ શકે છે. તેમજ પરમાણુને પણ જોઇ શકે છે. આને પરમાવધિજ્ઞાન કહેવાય છે. પરમાવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્તકાળમાં અવશ્ય કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
(૪) હીયમાન :- જે અવધિજ્ઞાન પરિણામની અશુદ્ધિના કારણે અથવા તથાવિધસામગ્રીના અભાવે દિવસે દિવસે ઘટતું જાય તે હીયમાન કહેવાય. (૫) પ્રતિપાતિ ઃ- જેમ સળગતો દીવો હવાની ઝાપટ લાગવાથી કે જોરદાર ફૂંક મારવાથી એકદમ બુઝાઇ જાય છે. તેમ જે અવધિજ્ઞાન નિમિત્ત મળતાં એકદમ ચાલ્યું જાય તે પ્રતિપાતિ કહેવાય. જેમકે, કાજો કાઢતાં મુનિને અવધિજ્ઞાન થયું. મુનિએ અવધિજ્ઞાન વડે ‘ઇન્દ્ર ઇન્દ્રાણીને પગે પડી રહ્યો છે.” એવું દૃશ્ય જોયું, તેથી મુનિ હસી પડ્યા. અવધિજ્ઞાન તુરત જ ચાલ્યું ગયું.
૮૬
For Private and Personal Use Only