________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) ક્ષેત્રથી - શ્રુતજ્ઞાની આગમદ્વારા લોકાલોકરૂપ સર્વ ક્ષેત્રને જાણે-દેખે. (૩) કાળથી - શ્રુતજ્ઞાની આગમદ્વારા સર્વકાળને જાણે-દેખે. (૪) ભાવથી - શ્રુતજ્ઞાની આગમદ્વારા ઔદયિકાદિ સર્વભાવને જાણે-દેખે. અવધિજ્ઞાનાદિના ભેદ -
अणुगामिवड्डमाणय, पडिवाइयरविहा छहा ओही । रिउमइ विउलमइ, मणनाणं केवलमिगविहाणं ॥४॥ आनुगामि-वर्द्धमानक-प्रतिपातीतरविधात् षोढाऽवधिः ।
ऋजुमति-विपुलमति मनोज्ञानं केवलमेकविधानम् ॥ ८॥ ગાથાર્થ :- આનુગામી, વર્ધમાન અને પ્રતિપાતિ તથા તેનાથી ઈતર= ઉલટા પ્રકારના અનાનુગામી, હીયમાન અને અપ્રતિપાતિ એમ અવધિજ્ઞાન ૬ પ્રકારે છે. તથા ગ્રામતિ અને વિપુલમતિ એ બે પ્રકારે મન:પર્યવજ્ઞાન છે. તથા કેવલજ્ઞાન એક જ પ્રકારનું છે. વિવેચન :- અવધિજ્ઞાનનાં મુખ્ય બે ભેદ છે.
(૧) ભવપ્રત્યય (૨) ગુણપ્રત્યય. ભવનાં કારણે જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય તે ભવપ્રત્યય અવધિજ્ઞાન કહેવાય.
જીવને જેમ પક્ષીનો ભવ મળતાં પાંખો અવશ્ય મળે છે. ચક્રવર્તી વિગેરેના ભવમાં વિશિષ્ટ બળ વગેરેની પ્રાપ્તિ અવશ્ય થાય છે. તેમ દેવ અને નરકનો ભવ મળતાં, અવશ્ય અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે તેને ભવ પ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય.
• યદ્યપિ દેવ-નારીને પણ અવધિજ્ઞાનાવરણીય કર્મનાં કયોપશમ વિના અવધિજ્ઞાન ઉત્પન્ન થતું નથી, માટે દેવ-નારકીને પણ અવધિજ્ઞાનની ઉત્પત્તિનું કારણ અવધિજ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ છે. અને મનુષ્ય, તિર્યંચના અવધિજ્ઞાનનું કારણ પણ ક્ષયોપશમ છે. એટલે ભયોપશમ એ સાધારણ કારણ હોવાથી તેની ગૌણતા છે. અને ભવ એ અસાધારણ કારણ હોવાથી તેની પ્રધાનતા છે માટે દેવ નારકીને ભવ પ્રત્યયિક અવધિજ્ઞાન કહ્યું છે. B. અહીં ઔદયિકાદિ પાંચ ભાવ લેવા પણ દ્રવ્યનાં ધર્મ [ભાવ]ન લેવાં કારણ કે શ્રુતજ્ઞાની દ્રવ્યનાં સર્વ ધર્મને જાણી શકતો નથી. જુઓ તત્ત્વાર્થસૂત્ર :- વિકૃતયોતિન્ય: સર્વ સર્વપર્યાપુ ! -ર૭ ]
८४
For Private and Personal Use Only