________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાભૂતમાં પ્રાભૃતપ્રાભૃત નામે અનેક પ્રકરણો છે. તેમાંથી પ્રાભૃતપ્રાભૃતનામના એક પ્રકરણનું જ્ઞાન તે પ્રાભૃતપ્રાભૃતકૃત કહેવાય. (૧૪) પ્રાભૃતપ્રાભૃતસમાસશ્રુત - એકથી વધારે પ્રાકૃતપ્રાભૃત પ્રકરણનું જ્ઞાન તે પ્રાભૃતપ્રાભૃતસમાસશ્રુત કહેવાય. (૧૫) પ્રાભૃતશ્રુત :- વસ્તુમાં પ્રાભૃત નામના અનેક પ્રકરણો છે. તેમાંથી એક પ્રાભૂતનું જ્ઞાન તે પ્રાભૃતશ્રુત કહેવાય. (૧૬) પ્રાભૃતસમાસશ્રુત - એકથી વધારે પ્રાભૂતનું જ્ઞાન તે પ્રાકૃતસમાસશ્રુત કહેવાય. (૧૭) વસ્તુશ્રુત :- પૂર્વમાં વસ્તુનામે અનેક પ્રકરણો છે. તેમાંથી એક વસ્તુનું જ્ઞાન તે વસ્તુશ્રુત કહેવાય. (૧૮)વસ્તુસમાસશ્રુત -એકથી વધારે વસ્તુનું જ્ઞાન તે વસ્તુસમાસશ્રુત કહેવાય. (૧૯) પૂર્વશ્રુત :- ૧૪ પૂર્વમાંથી એક પૂર્વનું જ્ઞાન તે પૂર્વશ્રુત કહેવાય. (૨૦) પૂર્વસમાસથુત - એકથી વધારે પૂર્વનું જ્ઞાન તે પૂર્વસમાસશ્રુત કહેવાય. અહીં જે શ્રુતજ્ઞાનનાં ૨૦ ભેદ કહ્યાં ને શ્રુતજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમને આધારે થાય છે. જીવને સૌથી અલ્પ ક્ષયોપશમ હોય ત્યારે પર્યાયશ્રુતનું જ્ઞાન હોય છે. તેનાથી થોડોક ક્ષયોપશમ વધે ત્યારે અક્ષરદ્યુતનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેનાથી થોડોક ક્ષયોપશમ વધે ત્યારે, પદદ્ભુતનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ રીતે જેમ જેમ ભયોપશમ વધતો જાય છે. તેમ તેમ સંઘાતશ્રુતાદિનું જ્ઞાન ઉત્પન્ન થતું જાય છે. જ્યારે તીવ્ર ક્ષયોપશમ થાય ત્યારે પૂર્વસમાસકૃતનું જ્ઞાન ઉત્પન્ન થાય
આ પ્રમાણે ટૂંકમાં શ્રુતજ્ઞાનનાં ૨૦ ભેદ કહ્યાં. વિસ્તારથી શ્રુતજ્ઞાનનાં ૨૦ ભેદનું સ્વરૂપ “બૃહત્કર્મપ્રકૃતિ” થી જાણવું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવની અપેક્ષાએ શ્રુતજ્ઞાન ૪ પ્રકારે છે. (૧) દ્રવ્યથી - શ્રુતજ્ઞાની આગમદ્વારા ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યને જાણે-દેખે.
પ્રજ્ઞાપના સૂત્રનાં ત્રીશમાં પદની અંદર શ્રુતજ્ઞાનમાં પશ્યતા કહી છે. પશ્યતાનો અર્થ “સારી રીતે જોવું” એવો થાય છે. એટલે પશ્યતાની અપેક્ષાએ શ્રુતજ્ઞાની “જુએ છે.” એમ કહેવું યોગ્ય છે. (જુઓ વિશેષાવશ્યભાષ્ય ગાથા નં. ૫૫૫) નંદીસૂત્રમાં કહ્યું છે કે દ્રવ્યથી શ્રુતજ્ઞાની સર્વદ્રવ્યને જાણે પણ દેખે નહીં ક્ષેત્રથી શ્રુતજ્ઞાની સર્વક્ષેત્રને જાણે પણ દેખે નહીં. કાળથી શ્રુતજ્ઞાની સર્વકાળને જાણે પણ દેખે નહીં. ભાવથી શ્રુતજ્ઞાની સર્વભાવને જાણે પણ દેખે નહીં. જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગાથા નં.પપ૩]
૮૩
For Private and Personal Use Only