________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
fજ્ઞાનાવરણીયકર્મ ?
જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મનું સ્વરૂપ તથા તેના ભેદ - एसिं जं आवरणं, पडुव्व चक्खुस्स तं तयावरणं । दंसणचउ पणनिद्दा, वित्तिसमं दंसणावरणं ॥ ९ ॥
एषां यदावरणं पट इव चक्षुषस्तत्तदावरणम् ।
दर्शनचतुष्कं पञ्चनिद्रा वेत्रिसमं दर्शनावरणम् ॥ ९ ॥ ગાથાર્થ :- આંખના પાટાની જેમ, પાંચે જ્ઞાનને ઢાંકનાર જે કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય. દર્શનાવરણીય ચતુષ્ક અને પાંચનિદ્રા એ નવપ્રકારે દર્શનાવરણીય કર્મ દ્વારપાળ જેવું છે. - વિવેચન :- ગ્રન્થકારશ્રીએ સૌ પ્રથમ ભેદ-પ્રભેદ સહિત જ્ઞાનનું
સ્વરૂપે વર્ણવ્યું કેમકે જ્ઞાનનું સ્વરૂપ જાણ્યા વિના જ્ઞાનાવરણીયકર્મનું સ્વરૂપ જાણી શકાતું નથી માટે પ્રથમ જ્ઞાનનું સ્વરૂપ કહીને હવે જ્ઞાનાવરણીય કર્મનું સ્વરૂપ બતાવી રહ્યા છે. તેમાં,
(૧) કેવળજ્ઞાનને ઢાંકનાર કાર્યણસ્કંધોને કેવળજ્ઞાનાવરણીયકર્મ કહેવાય.”
જેમ સૂર્ય ઘનઘોરવાદળથી ઢંકાયેલો હોવા છતાં પણ યત્કિંચિત્ પ્રકાશ તો અવશ્ય ખુલ્લો રહી જાય છે. તેમ કેવળજ્ઞાન ઘનઘાતી કર્મોદ્વારા ઢંકાયેલું હોવા છતાં પણ યત્કિંચિત્ જ્ઞાનશક્તિ તો અવશ્ય ખુલ્લી રહી જાય છે. એ જ્ઞાનશક્તિને “ક્ષાયોપથમિકશાન લબ્ધિ” (શક્તિ) A. જ્ઞાનગુણ ૩ પ્રકારે છે. (૧) આવૃત્તજ્ઞાન. (૨) ક્ષાયોપથમિકશાનલબ્ધિ. (૩) ઉપયોગરૂપ પ્રવૃત્તિજ્ઞાન. આત્મા અનંતજ્ઞાન શક્તિનો માલિક છે. તેમાંથી જેટલું જ્ઞાન કર્મોદ્વારા ઢંકાયેલું છે તેને
આવૃત્તજ્ઞાન” કહેવાય અને કર્મો દૂર થતા જેટલા અંશે શાનશક્તિ ખુલ્લી થાય તેને લાયોપશકિજ્ઞાનલબ્ધિ કહેવાય છે. તેમાંથી જેટલા અંશે જ્ઞાનનો વ્યાપાર થઈ રહ્યો છે તે પ્રવૃત્તિરૂપજ્ઞાન અથવા જ્ઞાનોપયોગ કહેવાય. ટેલીફોન કનેકશન જેવી ક્ષાયોપથમિકજ્ઞાનલબ્ધિ છે. અને ટેલીફોનનોનંબર જોડી વાતચિત કરવા જેવું પ્રવૃત્તિરૂપજ્ઞાન કે જ્ઞાનોપયોગ છે. અથવા બેંકમાં જમા કરાયેલી બધીમુદતની રકમ જેવું આવૃતજ્ઞાન છે. ચાલખાતામાં રહેલી રકમ જેવું લાયોપશમિકશાન છે. અને ચાલુખાતામાંથી રકમ ઉપાડવા જેવું પ્રવૃત્તિરૂપજ્ઞાન જ્ઞાનોપયોગ છે.
For Private and Personal Use Only