________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા કોઇ જીવે જે મનોદ્રવ્યને હજુ ગ્રહણ કર્યાં નથી માટે અમુક આકારરૂપે પરિણામ પામ્યું નથી પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ભવિષ્યકાળમાં આ મનોદ્રવ્ય અમુક આકારરૂપે પરિણામ પામશે એવું ઋજમતિમનઃપર્યવજ્ઞાની જાણી તથા દેખી શકે છે. વિપુલમતિ તેને વધારે સ્પષ્ટ જાણે તથા દેખી શકે છે.
(૪) ભાવથી :- ૠમતિ સર્વપર્યાયરાશિના અનંતમા ભાગે, દ્રવ્યમનના જે ચિંતાનુગત રૂપાદિ, અનંત પર્યાયો છે તેને જાણે છે પણ ભાવમનના પર્યાયોને જાણતો નથી કારણ કે ભાવમન તો જ્ઞાનરૂપ છે. અને જ્ઞાન અમૂર્ત છે. છદ્મસ્થ અમૂર્તને જાણી શકતા નથી. તેથી મન:પર્યવજ્ઞાની ચિન્તનાનુગત મનોદ્રવ્યના પર્યાયોને જ જાણે છે પરંતુ ચિંતનીય બાહ્યઘટાદિ પદાર્થોને સાક્ષાત્ જાણતો નથી. અનુમાનથી જાણે છે તથા ઋમતિની અપેક્ષાએ વિપુલમતિ થોડા વધુ પર્યાયોને જાણે અને દેખે તેમજ મતિ કરતાં વિપુલમતિ અત્યંત સ્પષ્ટ જાણે અને દેખે.
કેવળજ્ઞાન :- કેવળજ્ઞાન એક જ પ્રકારનું છે. કા૨ણ કે તે પ્રથમથી જ દ્રવ્ય, ક્ષેત્ર,કાળ અને ભાવથી સર્વને સમકાળે સાક્ષાત્ જાણે છે. માટે તેના અવાંતર ભેદો નથી. તે તદ્ભવ મુક્તિગામીને જ થાય છે. અન્યને નહિ. કેવળજ્ઞાન એ લોકાલોક પ્રકાશકશાન છે. તેથી કેવળજ્ઞાની સર્વજ્ઞ કહેવાય છે. કેવળજ્ઞાન એ તે જ ભવમાં મોક્ષ મેળવવાનો પાસપોર્ટ છે.
આ પ્રમાણે મતિજ્ઞાનના ૨૮ ભેદ, શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ, અવધિજ્ઞાનના ૬ ભેદ, મન:પર્યવજ્ઞાનના ૨ ભેદ અને કેવળજ્ઞાનનો એક ભેદ. એમ પાંચ જ્ઞાનના કુલ ૫૧ ભેદ થાય છે.
જૈનદર્શનમાં જ્ઞાન. “સ્વપરપ્રકાશક” કહ્યું છે કારણ કે જ્ઞાન એ સ્વયં પ્રકાશિત છે અને બીજાને પ્રકાશિત કરે છે. દીવો જેમ પોતે પ્રકાશે છે અને બીજી વસ્તુને પ્રકાશિત કરે છે. તેમ જ્ઞાન સ્વયં પ્રકાશિત છે અને અન્યને પ્રકાશિત કરે છે. જેમ દીવાને પ્રકાશિત કરવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી તેમ એક જ્ઞાનને માટે બીજા જ્ઞાનની જરૂર પડતી નથી. માટે તેને ‘‘સ્વપર વ્યવસાયીજ્ઞાનં'' કહ્યું છે. જ્ઞાન ૨ પ્રકારે છે. (૧) પ્રત્યક્ષ, (૨) પરોક્ષ.
૯૦
For Private and Personal Use Only