________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
જ્યારે કોઈ મિથ્યાદૃષ્ટિ દેવ વિગેરેને સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે. ત્યારે ત્રણે જ્ઞાન સાથે જ પ્રાપ્ત થાય છે. માટે લાભની પણ સમાનતા છે. આ રીતે, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની સાથે અવધિજ્ઞાનના કાલાદિ સમાન હોવાથી મંતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન કહ્યું છે. અવધિજ્ઞાનની સાથે છબસ્થતા આદિની સમાનતા હોવાથી ' અવધિજ્ઞાનની પછી મન:પર્યવજ્ઞાન કહ્યું છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન છvસ્થોને જ થાય છે. માટે છvસ્થની
સમાનતા છે. (૨) અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનનો વિષય રૂપીદ્રવ્યો હોવાથી બન્નેમાં
વિષયની સમાનતા છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન લાયોપથમિકભાવવાળુ છે. માટે તે બન્નેમાં ભાવની સમાનતા છે. આ બન્ને જ્ઞાન પ્રત્યક્ષ છે. માટે પ્રત્યક્ષપણાની સમાનતા છે. આ પ્રમાણે અવધિજ્ઞાનની સાથે છબસ્થાદિની સમાનતા હોવાથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાન કહ્યું છે.
મન:પર્યવજ્ઞાનની સાથે અપ્રમત્તયતિની સમાનતા હોવાથી તથા કેવળજ્ઞાન સર્વોત્તમ અને સૌથી છેલ્લું પ્રાપ્ત થતું હોવાથી મન:પર્યવજ્ઞાન પછી કેવળજ્ઞાન કહ્યું છે.
(૧) જેમ મન:પર્યવજ્ઞાન અપ્રમત્તથતિને થાય છે. તેમ કેવળજ્ઞાન પણ અપ્રમત્તયતિને થાય છે. માટે અપ્રમત્તયતિની દૃષ્ટિએ બન્નેમાં સમાનતા છે.
(૨) કેવળજ્ઞાન સર્વે જ્ઞાનોમાં ઉત્તમ હોવાથી પછી કહ્યું છે.
(૩) બીજા બધા જ્ઞાન પ્રાપ્ત થયા પછી છેલ્લે કેવળજ્ઞાન પ્રાપ્ત થતું હોવાથી મન:પર્યવજ્ઞાનની પછી કેવળજ્ઞાન કહ્યું છે.
આ પ્રમાણે પાંચે જ્ઞાનનું સ્વરૂપ કહ્યું. હવે તેનાં અવાજોર (ઉત્તર) ભેદો કહે છે. તેમાં મતિજ્ઞાન ૨ પ્રકારે છે. (૧) અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન. (૨) શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન. A. જ્યાં સુધી જીવને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તે જીવ છદ્મસ્થ કર છે
૫૧
For Private and Personal Use Only