________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દા. ત. ઘણાં વાજિંત્રો વાગી રહ્યા છે. તેમાં “તબલાનો અવાજ તીવ્ર છે.” “હારમોનિયમનો અવાજ મધ્યમ છે, મધુર છે.” આ રીતે ઘણાં વાજિંત્રોનાં નાદ પૈકી અલગ અલગ નાદને એક-બે ધર્મ યુક્ત જાણે તે શ્રોત્રેન્દ્રિયજન્ય અલ્પવિધગ્રાહી મતિજ્ઞાન કહેવાય. તે પાંચ પ્રકારે છે. (૧) વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દનો એકાદ-બે ધર્મયુક્ત
જે અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે અલ્પવિગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દનો એકાદ-બે
ધર્મયુક્ત જે અસ્પષ્ટબોધ થાય તે અલ્પવિધગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી, “આ તબલાનો અવાજ પુરુષજન્ય હોવો જોઇએ, સ્ત્રીજન્ય ન હોય” એવી વિચારણાવાળું જે જ્ઞાન તે અલ્પવિધગ્રાહિણી ઈહા કહેવાય. “આ તબલાનો અવાજ પુરુષજન્ય જ છે, સ્ત્રીજન્ય નથી” એવો જે
નિર્ણય તે અલ્પવિધગ્રાહી અપાય કહેવાય. (૫) એ અવાજને વર્ષો સુધી યાદ રાખવો તે અલ્પગ્રાહિણી ધારણા કહેવાય. (૫) ક્ષિપ્રગ્રાહી :- પ્રિ = જલ્દી.
જે વ્યક્તિ વાજિંત્રનાં નાદને જલ્દીથી જાણી (ઓળખી) શકે તે ક્ષિપ્રગ્રાહી કહેવાય. તે પાંચ પ્રકારે છે. (૧) વાજિંત્રોનો નાદ કાને અથડાતાં જલ્દીથી અત્યંત અસ્પષ્ટ બોધ
થાય તે ક્ષિપ્રગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) વાજિંત્રોનો નાદ કાને અથડાતાં જલ્દીથી અસ્પષ્ટ બોધ થાય તે
ક્ષિપ્રગ્રાહી અર્થાવગ્રહ કહેવાય.
આ વાજિંત્રોનો અવાજ હોવો જોઇએ, મેઘગર્જનાનો નહીં”
એવી વિચારણા પણ ઝડપી હોય તે ક્ષિપ્રઝાહિણી ઈહા કહેવાય. (૪). આ અવાજ વાજિંત્રનો જ છે. મેઘનો નહીં” એવો નિર્ણય
પણ ઝડપી લેવાય તે ક્ષિપ્રગાહી અપાય કહેવાય (૫) એ અવાજનાં સંસ્કાર મગજમાં જલ્દીથી જામ થઈ જાય તે
ક્ષિકગ્રાહિણીધારણા કહેવાય.
(૬) અક્ષિપ્રગ્રાહી :- જે વ્યક્તિ લાંબાકાળ સુધી વિચાર કરીને શબ્દને ઓળખે (જાણે) તે અક્ષિપ્રગ્રાહી કહેવાય. આને ચિરગ્રાહી પણ કહેવાય. તે મતિજ્ઞાન પાંચ પ્રકારે છે. (૧) લાંબા કાળે શબ્દનો અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે અક્ષિકગ્રાહી
૬૭
For Private and Personal Use Only