________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) ઘણાં વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દોનો જે
અસ્પષ્ટ બોધ તે “બહુગ્રાહી મૂઅર્થાવગ્રહ” કહેવાય. ઘણાં વાજિંત્રોનાં નાદમાંથી, આવા પ્રકારનો અવાજ હારમોનિયમ વગેરેનો હોવો જોઈએ, “શંખ' વગેરેનો ન હોય એવી જે વિચારણા તે “બહુગ્રહિણી ઈહા” કહેવાય. ઘણા વાજિંત્રનાં નાદમાંથી “આ હારમોનિયમ વગેરેનો જ અવાજ છે. શંખ વગેરેનો નહીં” એવો જે નિર્ણય કરવો તે “બહુગ્રાહી અપાય” કહેવાય. ઘણા વાજિંત્રનાં જુદાજુદા નાદને વર્ષો સુધી યાદ રાખવો તે
બહુગ્રહિણી ધારણા” કહેવાય. (૨) અલ્પગ્રાહી :- (અબહુગ્રાહી) મંદબુદ્ધિવાળો મનુષ્ય ઘણા વાજિંત્રોનાં શબ્દસમૂહને અપૃથફભાવે સાંભળે તે શ્રોસેન્દ્રિયજન્ય અલ્પગ્રાહીમતિજ્ઞાન કહેવાય.
દા.ત. ઘણાં વાજિંત્રોનો અવાજ કાને અથડાવા છતાં પણ સામાન્ય રીતે “આ વાજિંત્રોનો અવાજ છે” એવું જે જાણે તે શ્રોત્રેન્દ્રિયજન્યઅલ્પગ્રાહી મતિજ્ઞાન કહેવાય તે ૫ પ્રકારે છે. (૧) વાજિંત્રોનાં શબ્દસમૂહનો અપૃથફભાવે, અત્યંત અસ્પષ્ટ બોધ થાય
તે અલ્પગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) વાજિંત્રોનાં શબ્દસમૂહનો અપૃથભાવે અસ્પષ્ટ બોધ થાય તે
અલ્પગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. A. શંકા:- બહુવિગેરે ૧૨ ભેદોદ્વારા વિશેષ ધર્મનો બોધ થાય છે. અને અર્થાવગ્રાહદ્વારા સામાન્યધર્મનો બોધ થાય છે. વ્યંજનાવગ્રહ દ્વારા તો સામાન્યધર્મનો પણ બોધ થતો નથી તો અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહનાં બહુવિગેરે ૧૨ ભેદ કેવી રીતે હોઈ શકે ? - સમાધાન :- અર્થાવગ્રહ સામાન્ય ધર્મગ્રાહી હોવાથી, તેમાં વિશેષ ધર્મગ્રાહી બહુ વિગેરે ૧૨ ભેદો ન સંભવે. એ વાત યોગ્ય છે. પરંતુ ઈહાદિનું કારણ અવગ્રહ છે. અવગ્રહ વિના ઈહા થતી નથી તેમજ સામાન્ય અવગ્રહથી બહુગ્રાહી ઈહાદિ ન થાય. કારણકે વિશિષ્ટ કારણ દ્વારા જ વિશિષ્ટકાર્ય ઉત્પન્ન થાય છે. પરંતુ અવિશિષ્ટ કારણ દ્વારા વિશિષ્ટ કાર્ય ઉત્પન્ન થતું નથી જેમ માટીમાંથી પિત્તળનો ઘટ ન થાય તેમ અવિશિષ્ટ=સામાન્ય અવગ્રહ દ્વારા વિશિષ્ટ બહુગ્રાહી ઈહાદિ ન થાય. પણ બહુગ્રાહી અવગ્રહ હોય તો જ બહુગ્રાહી હાદિ થઈ શકે છે. માટે બહુગ્રાહી ઈહાદિનાં કારણભૂત અવગ્રહ પણ બહુ વિગેરે ભેદોથી યુક્ત છે.
For Private and Personal Use Only