________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૨) યજ્ઞમાં પશુવધ કરવો, મૈથુન સેવવું, જળમાં પ્રવેશીને સ્નાન કરવું વગેરે સંસાર વધારનારા સાધનોને ધર્મના સાધનો માને છે. માટે તેનું જ્ઞાન સંસારવૃદ્ધિનાં કારણભૂત હોવાથી અજ્ઞાન સ્વરૂપ કહ્યું છે.
(૩) ગાંડા માણસની જેમ મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન સ્વચ્છંદી હોવાથી અજ્ઞાન સ્વરૂપ છે.
=
(૪) જ્ઞાનનું ફલ હેયનો ત્યાગ, ઉપાદેયનું ગ્રહણ છે. સંસાર હેય છે. મોક્ષ ઉપાદેય છે. એમ માનીને સંસારનો ત્યાગ અને મોક્ષની પ્રાપ્તિ માટે સર્વવિરતિનો સ્વીકાર કરવો જોઇએ. અથાત્ સર્વથા હિંસાદિ પાપ પ્રવૃતિનો ત્યાગ કરવો જોઈએ પરંતુ મિથ્યાર્દષ્ટિમાં જ્ઞાનનાં ફલરૂપ વિરતિનો અભાવ છે માટે તેનું જ્ઞાન, અજ્ઞાન સ્વરૂપ છે. (૭) સાદિશ્રુત :- જે શ્રુતજ્ઞાનની શરૂઆત સાદિશ્રુત કહેવાય.
આદિ થતી હોય તે
(૮) અનાદિશ્રુત :- જે શ્રુતજ્ઞાનની શરૂઆત આદિ ન હોય તે અનાદિશ્રુત કહેવાય.
(૯) સપર્યવસિતશ્રુત :- જે શ્રુતજ્ઞાનનો અંત થતો હોય તે સપર્યવસિત= સાંતશ્રુત કહેવાય.
(૧૦) અપર્યવસિતશ્રુત :- જે શ્રુતજ્ઞાનનો અંત ન થતો હોય તે અપર્યવસિત અનંતશ્રુત કહેવાય.
આ ૪ ભેદ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ ૪ પ્રકારે છે. દ્રવ્યથી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
-
એક વ્યક્તિને જ્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે ત્યારે સમ્યક શ્રુતની આદિ થાય છે અને તે વ્યક્તિ જ્યારે સમ્યક ત્વથી પડીને મિથ્યાત્વે આવે છે ત્યારે સભ્યશ્રુતનો અંત થાય છે. માટે સભ્યશ્રુત સાદિ-સાંત છે. તથા સભ્યષ્ટિ દેવતાદિની અપેક્ષાએ સભ્યશ્રુત અનાદિથી છે. અને અનંતકાળ સુધી રહેવાનું છે. માટે સમ્યક્દ્ભુત અનાદિ - અનંત છે.
-
ક્ષેત્રથી,
For Private and Personal Use Only
પાંચ ભરત, પાંચ ઐરવત ક્ષેત્રમાં સમ્યશ્રુતની આદિ થાય છે. અને અંત પણ થાય છે. માટે ક્ષેત્રની અપેક્ષાએ સભ્યશ્રુત સાદિ સાંત છે.
૭૮