________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ જ્ઞાનના ક્રમનું પ્રયોજન :મત્યાદિ પાંચે ય જ્ઞાનનો પૂર્વાપર (આગળ-પાછળ) સંબંધ હોવાથી તેને અનુક્રમે કહ્યાં છે. તેમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન, સ્વામી, કાલ, કારણ, વિષય અને પરોક્ષપણાની અપેક્ષાએ તુલ્ય છે. કારણકે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના સ્વામી એક જ છે. જેને મતિજ્ઞાન હોય તેને શ્રુતજ્ઞાન અવશ્ય હોય છે. અને જેને શ્રુતજ્ઞાન હોય તેને અવશ્ય મતિજ્ઞાન હોય છે. માટે એ બન્ને જ્ઞાનના સ્વામી એક હોવાથી સ્વામીની દૃષ્ટિએ તે બન્ને જ્ઞાનમાં સમાનતા છે. તથા તે બન્ને જ્ઞાનનો સ્થિતિકાળ ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ હોવાથી કાળની દૃષ્ટિએ તે બન્ને જ્ઞાનમાં સમાનતા છે. તથા તે બન્ને જ્ઞાનનું કારણ ઇન્દ્રિય અને મન હોવાથી, કારણની દૃષ્ટિએ તે બન્ને જ્ઞાનમાં સમાનતા છે. તથા તે બન્ને જ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો હોવાથી, વિષયની દૃષ્ટિએ તે બન્ને જ્ઞાનમાં સમાનતા છે. તથા તે બન્ને જ્ઞાન પરોક્ષ હોવાથી, પરોક્ષની દૃષ્ટિએ તે બન્ને જ્ઞાનમાં સમાનતા છે.
આમ, સ્વામી, કાળ, કારણ, વિષય અને પરોક્ષની દૃષ્ટિએ તે બન્ને જ્ઞાન સરખા હોવાથી તથા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય તો જ બાકીના અવધિ વિગેરે ત્રણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે અવધિજ્ઞાનાદિની પૂર્વે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કહ્યાં છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સહચારી હોવા છતાં મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. કારણકે અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાન થતું નથી. માટે મતિજ્ઞાન પ્રથમ કહ્યું છે અને શ્રુતજ્ઞાન પછી કહ્યું છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની સાથે અવધિજ્ઞાનની કાળ, વિપર્યય, સ્વામી અને લાભની દૃષ્ટિએ સમાનતા હોવાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પછી અવધિજ્ઞાન કહ્યું છે. (૧) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની જેમ અવધિજ્ઞાનનો કાળ પણ ૬૬ સાગરોપમ છે. તેથી કાળની સમાનતા છે. (૨) મિથ્યાત્વના ઉદયથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જેમ મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પલટાઈ જાય છે. તેમ અવધિજ્ઞાન પણ અવધિઅજ્ઞાન=વિર્ભાગજ્ઞાનમાં પલટાઈ જાય છે. માટે વિપર્યયમાં સમાનતા છે. (૩) જેને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે તેને જ અવધિજ્ઞાન હોય છે. તેથી સ્વામિમાં સમાનતા છે.
૫૦
For Private and Personal Use Only