________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Aઇન્દ્રિયોનો પદાર્થની સાથે સંબંધ થાય કે તુરત જ સ્વવિષયનો બોધ થતો નથી. પણ ધીમે ધીમે બોધાત્મક અસર થાય છે. પ્રથમ સમયે ઇન્દ્રિયને સ્હેજ અસર થાય છે. બીજે સમયે થોડી વધારે અસર થાય છે. ત્રીજે સમયે તેથી થોડી વધારે અસર થાય છે. આમ ‘‘અસંખ્યાત’’ સમય સુધી ઉત્તરોત્તર અસર વધતી રહે તો, છેલ્લે “અહીં કાંઇક છે” એવો અસ્પષ્ટ બોધ થાય છે.
જેમ કોઇ માણસ માટીનાં નવા કોડીયા (શરાવ) ઉપર પાણીનું ટીંપુ નાખે તો, તેટલા માત્રથી કોડીયું ભીંજાતું નથી, પણ સ્હેજ અસર થાય છે. બીજું ટીંપુ નાંખવાથી થોડી વધારે અસર થઇ, ત્રીજું ટીંપુ નાંખવાથી, તેનાં કરતા થોડી વધારે અસર થઇ. આમ લગાતાર અનેક ટીંપા નાંખવાથી કોડીયું ભીનું થયું એટલે પહેલી વખત જ કોડીયાની ભીનાશ નજરે પડે, તે પૂર્વે પણ ધીમે ધીમે પાણી દ્વારા કોડીયું ભીનું થઇ રહ્યું હોવાથી તેમાં પાણી અવશ્ય હતું. પણ દેખાતું ન હતુ. જ્યારે અનેક ટીંપા ભેગા થયા ત્યારે કોડીયાની ભીનાશ બહાર દેખાવા
B.
ઇન્દ્રિય
દ્રવ્યેન્દ્રિય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવેન્દ્રિય લબ્ધિભાવે ઉપયોગભાવે
નિવૃત્તિ
બાહ્યનિવૃત્તિ અત્યંતરનિવૃત્તિ
નિવૃત્તિ=ઇન્દ્રિયનો આકાર
(૧) શ્રોત્રેન્દ્રિય વગેરેનો આપણને પ્રત્યક્ષ દેખાતો જે બહારનો આકાર તે બાહ્યનિવ્રુત્તીન્દ્રિય કહેવાય. બાહ્ય આકાર અનેક પ્રકારે છે.
ઉપકરણ
(૨) દ્રવ્યેન્દ્રિયની અંદર રહેલા ઇન્દ્રિયનો જે આકાર તે અભ્યન્તર નિવૃતીન્દ્રિય કહેવાય. તેમાં સ્પર્શેન્દ્રિયનો આકાર, સૌ સૌના શરીર પ્રમાણે છે. અને રસેન્દ્રિયાદિ અન્ના, અતિમુક્તપુષ્પ, ચંદ્ર અને કદંબપુષ્પના આકારે છે.
(૩) અત્યંતર નિવૃતિ માં રહેલી પોતપોતાના વિષયને જાણવાની જે શક્તિ તે ઉપકણેન્દ્રિય કહેવાય.
(૪) જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી આત્મામાં ઉત્પન્ન થયેલી વિષયને જાણવાની જે શક્તિ તે લબ્ધિભાવેન્દ્રિય કહેવાય અને તે શક્તિનો વપરાશ તે ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય. (જુઓ તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૨ સૂત્ર નં. ૧૬,૧૭,૧૮)
૫૪
For Private and Personal Use Only