________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે.” એમ કહી શકાય પરંતુ સૂક્ષ્મદ્રષ્ટિએ તો ઇન્દ્રિય દ્વારા સ્વવિષયનો જ બોધ થાય છે. માટે વાસ્તવિક રીતે, સ્પર્શાદગુણનો અવગ્રહ થાય છે એમ * સમજવું. અર્થાવગ્રહ, પાંચ ઇન્દ્રિય અને મનથી થતો હોવાથી ૬ પ્રકારે છે. (૧) સ્પર્શેન્દ્રિયાર્થવગ્રહ (૨) રસનેન્દ્રિયાર્થાવગ્રહ (૩) ઘ્રાણેન્દ્રિયાર્થાવગ્રહ (૪) ચક્ષુરિન્દ્રિયાર્થાવગ્રહ (૫) શ્રોત્રેન્ટિયાર્થાવગ્રહ (૬) મનોજન્યાર્થાવગ્રહ.
મન અને ચક્ષુસિવાય બાકીની ૪ ઈન્દ્રિયોનો સૌ પ્રથમ વ્યંજનાવગ્રહ થાય છે. પછી તેનો અર્થાવગ્રહ થાય છે. મન અને ચક્ષનો વ્યંજનાવગ્રહ થતો નથી પણ તેવા પ્રકારના ક્ષયોપશમથી સીધો પ્રથમસમયે અર્થાવગ્રહજ થાય છે. વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની જરાપણ અભિવ્યક્તિ થતી નથી પણ અર્થાવગ્રહમાં “અહીં કંઇક છે.” એવો સામાન્ય બોધ થતો હોવાથી વ્યંજનાવગ્રહની દૃષ્ટિએ અર્થાવગ્રહ, વ્યક્તજ્ઞાન સ્વરૂપ છે. પણ અપાયની દૃષ્ટિએ અર્થાવગ્રહ અવ્યક્ત = અસ્પષ્ટ જ્ઞાનસ્વરૂપ છે. અર્થાવગ્રહનો કાળ ૧ સમયનો છે. (૨) ઈહા :
Aઈહા = વિચારણા. અન્વય (વિદ્યમાન) ધર્મની ઘટના અને વ્યતિરેક(અવિદ્યમાન)ધર્મના નિરાકરણદ્વારા વસ્તુના નિર્ણય તરફ ઢળતી વિચારણાવાળું જ્ઞાન તે ઈહા કહેવાય છે.
દા.ત. સામે કાંઈક દેખાય છે. એવો અર્થાવગ્રહ થયા પછી તે માણસ, “આ અરણ્ય છે”. સૂર્યાસ્ત થયો છે. કોઈ માનવ અહીં દેખાતો નથી માટે આ સ્થાણુ = વૃક્ષનું ઠુંઠું હોવું જોઈએ. એમ વિચારે છે અહીં “આ અરણ્ય છે.” સૂર્યાસ્ત થયો છે.” એ અન્વય ધર્મની ઘટના અને માનવ અહીં દેખાતો નથી એ વ્યતિરેક ધર્મનું નિરાકરણ સમજવું તેના દ્વારા “આ વૃક્ષનું ઠુંઠું હોવું જોઈએ એમ નિર્ણયાભિમુખી વિચારણાવાળું જે જ્ઞાન થયું તે ઈહા કહેવાય.
ઈહા, પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા થતી હોવાથી ૬ પ્રકારે છે. (૧) સ્પર્શેન્દ્રિયજન્ય ઈહા (૨) રસનેન્દ્રિયજન્ય ઈહા (૩) ઘ્રાણેન્દ્રિયજન્ય ઈહા (૪) ચક્ષુરિન્દ્રિયજન્ય ઈહા (૫) શ્રોત્રેન્દ્રિયજન્ય ઈહા (૬) મનોજન્ય ઈહા. A. ઈહા એ સંશયથી ભિન્ન છે.
સંશયમાં આ મનુષ્ય છે કે હંઠું છે ? એવી શંકા થાય છે. ત્યારે મનુષ્ય અને કુંઠું એ બન્નેનાં સદ્ભાવ અથવા અભાવનું જ્ઞાન સરખું હોય છે. એકેય બાજુ ઢળતું જ્ઞાન હોતું નથી. જ્યારે ઈહામાં “આ ઠુંઠું હોવું જોઇએ માણસ નહીં” એમ પદાર્થનાં નિર્ણય તરફ ઢળતો બોધ થાય છે. એટલે ઈહા નિર્ણયાભિમુખી હોવાથી સંશયથી ભિન્ન છે.
૫૯
For Private and Personal Use Only