________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે અગ્નિવડે તપાવવાથી સોનાથી માટીને જુદી પાડી શકાય છે. એટલે તેજાબાદિ દ્વારા સોનાથી માટીનો વિયોગ થઈ શકે છે. એ રીતે, જીવ અને કર્મોનો સંબંધ અનાદિકાલીન હોવા છતાં પણ જીવ સમ્યગુદર્શનાદિ હેતુ દ્વારા નવા કર્મબંધને અટકાવીને તપાદિ દ્વારા જૂના કર્મમલનો ક્ષય કરીને, શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. ત્યારે જીવ અને કર્મોનો પણ વિયોગ થાય છે. લાડુનાં દષ્ટાંત દ્વારા કર્મબંધનાં પ્રકારની સમજુતિ, અને મૂળ પ્રકૃતિ તથા ઉત્તપ્રકૃતિની કુલ સંખ્યા :
पयइ-ठिड्-रस-पएसा, तं चहा मोयगस्सदिटुंता, मूलपगइट्ठ उत्तर, पगई अडवनसयभेयं ॥२॥ प्रकृति-स्थिति-रस-प्रदेशात् तत्-चतुर्धा मोदकस्य दृष्टान्तात् । मूलप्रकृत्यष्ट उत्तर प्रकृत्यष्टपञ्चाशत् शतभेदम् ॥२॥
ગાથાર્થ :- પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, અને પ્રદેશબંધની અપેક્ષાએ કર્મબંધ-૪ પ્રકારે છે. તે લાડુનાં દૃષ્ટાંતથી સમજવું. મૂળપ્રકૃતિ ૮ પ્રકારે છે અને ઉત્તરપ્રકૃતિ ૧૫૮ પ્રકારે છે.
વિવેચન :- સંપૂર્ણલોકમાં કાર્મણવર્ગણાનાં પુદ્ગલો ઠાંસી ઠાંસીને ભરેલાં છે. તેમાંથી જીવ જે સમયે જે કાર્માસ્કંધોને ગ્રહણ કરીને કર્મરૂપે પરિણમાવે છે. “તે જ સમયે” “તેમાં” (૧) પ્રકૃતિ = શુભાશુભ ફળ આપવાનો સ્વભાવ. (૨) સ્થિતિ = તે સ્વભાવ કેટલો વખત કર્મદલિકોમાં ટકી રહેશે એ
નક્કી થયું (૩) રસ = ઓછા વધતા પ્રમાણમાં શુભાશુભ ફળનો અનુભવ
કરાવનારી શક્તિ. (૪) પ્રદેશ = સંખ્યાની દૃષ્ટિએ ચોક્કસ પ્રમાણયુક્તકર્મદલિકનો જથ્થો.
આ ચારેયનો નિર્ણય થઈ જાય છે. - જેમ ગાયાદિ જ્યારે ઘાસ ખાય છે. ત્યારે તે ઘાસ દૂધરૂપે પરિણમે છે. તે જ વખતે, તેમાં, (૧) મીઠાશ જેવો સ્વભાવ બંધાય છે. (૨) એ મીઠાશ કેટલો ટાઈમ ટકી રહેશે તેનો નિર્ણય પણ તે જ વખતે થઈ જાય છે.
૩૦
For Private and Personal Use Only