________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો કર્મને અરૂપી માનવામાં આવે તો આકાશની જેમ આત્માને કર્મો દ્વારા સુખદુઃખનો અનુભવ થશે નહીં પરંતુ એવું તો બનતું નથી જેમ મૂર્ત ભોજનાદિથી જીવને સુખદુઃખનો અનુભવ થાય છે તેમ મૂર્ત કર્મો દ્વારા પણ જીવને સુખદુઃખનો અનુભવ થતો હોવાથી દ્રવ્યકર્મમાં મૂર્તત્વની સિદ્ધિ થાય છે. ભાવકર્મ એ આત્માનાં અશુદ્ધ પરિણામ સ્વરૂપ હોવાથી અરૂપી છે.
શંકા - મૂર્તકર્મોની અમૂર્ત આત્મા પર અસર થાય ખરી ?
સમાધાન :- મૂર્તવસ્તુની અમૂર્તવસ્તુ પર કાંઈ જ અસર ન થાય એવો એકાંતે નિયમ નથી. કારણકે જ્ઞાન અમૂર્ત છે. છતાં મદિરા, વિષ વિગેરે મૂર્ત વસ્તુથી જ્ઞાનશક્તિનો નાશ થવાથી ડાહ્યો માણસ પોતાની જાત પરનો કાબૂ ગુમાવી દે છે. ગાંડો બની જાય છે. ગટરમાં પડે છે. અને ઘી, દૂધ, બદામ વિગેરે પદાર્થો દ્વારા જ્ઞાનશક્તિની વૃદ્ધિ થાય છે. માટે જેમ મદિરાદિ મૂર્તવસ્તુઓ અમૂર્ત જ્ઞાનને નુકશાન (ઉપઘાત) કરે છે. અને ઘી, દૂધ વિગેરે મૂર્ત પૌષ્ટિક પદાર્થો ઉપકાર (અનુગ્રહ) કરે છે. તેમ અશુભ મૂર્તકર્મો અમૂર્ત આત્માને દુઃખી (ઉપઘાતો કરે છે અને શુભ મૂર્તકર્મો આત્માને સુખી (અનુગ્રહ) કરે છે. તેથી મૂર્ત વસ્તુની અમૂર્ત વસ્તુપર સારી કે માઠી અસર થઈ શકે છે.
જો કે સંસારી જીવ એકાંતે (સર્વથા) અમૂર્ત નથી પણ કથંચિત્ મૂર્ત છે. કારણકે જેમ અગ્નિ અને લોખંડનો સંબંધ થતા લોખંડ અગ્નિરૂપ બની જાય છે. તેમ જીવ અને કર્મોનો સંબંધ અનાદિકાલીન હોવાથી જીવ કર્મપરિણામ- રૂપ બની જાય છે. તેથી જીવ કથંચિત મૂર્તિ છે. માટે મૂર્તકર્મની કથંચિત્ મૂર્ત આત્મા પર સારી કે ખોટી અસર થવામાં કોઇ જ વાંધો આવતો નથી.
કર્મનો વિયોગ.. જેમ સોનાની ખાણમાં પ્રથમથી જ સોનું માટીથી યુક્ત હોય છે. માટી અને સોનાનો સંયોગ ક્યારે થયો તેનો નિર્ણય કરી શકાતો નથી. તેથી સોનું અને માટીનો સંયોગ અનાદિકાલીન છે. તો પણ તેને તેજાબ
૨૯
For Private and Personal Use Only