________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકૃતિબંધનું કારણ “યોગ” છે. જો મન, વચન અને કાયાની પ્રવૃતિ = યોગ શુભ હોય તો જીવ શુભ = પુણ્ય પ્રકૃતિ બાંધે છે. અને જો મન-વચન અને કાયાની પ્રવૃતિ = યોગ અશુભ હોય તો જીવ અશુભ= પાપ પ્રકૃતિ બાંધે છે. સ્થિતિબંધ :
જેમ ચુરમાના લાડુ એક-બે દિવસ સુધી, ગુંદરનો લાડુ અઠવાડિયા સુધી, સૂંઠનો લાડુ પંદર દિવસ સુધી, પિત્તનાશક લાડુ મહિના સુધી ખાદ્ય પદાર્થ તરીકે સારો રહે છે. પછી વિકૃત બની જતાં પોતાના સ્વભાવને છોડી દે છે. તેમ નામ અને ગોત્ર કર્મનાં પુલો વધુમાં વધુ ૨૦ કોડાકોડી સાગરોપમ સુધી, જ્ઞાનાવરણીયાદિ કર્મનાં પુદ્ગલો વધુમાં વધુ ૩૦ કોડાકોડી સાગરોપમ સુધી અને મોહનીય કર્મનાં પુદ્ગલો વધુમાં વધુ ૭૦ કોડાકોડી સાગરોપમ સુધી પોતાના સ્વભાવને છોડ્યાં વિના આત્મપ્રદેશો પર ચોંટી રહે છે. એટલે લાડુની જેમ દરેક કર્મની સ્થિતિ (કાળ) જુદી જુદી હોય છે. જ્યારે જે કર્મની સ્થિતિ પૂરી થઈ જાય ત્યારે તે કર્મ પોતાની મેળે જ આત્મપ્રદેશથી છૂટું પડી જાય છે..
સ્થિતિબંધનું કારણ “કષાય” છે. કષાયની માત્રાનુસારે કાર્મણસ્કંધમાં સ્થિતિનો નિર્ણય થાય છે. જો કષાયની માત્રા વધુ હોય તો. તે વખતે ગ્રહણ કરાતાં કાર્મણસ્કંધો આત્મપ્રદેશ પર વધુ વખત ચોંટી રહે છે. અને જો કષાયની માત્રા ઓછી હોય તો, તે વખતે ગ્રહણ કરાતાં કાર્મણસ્કંધો આત્મપ્રદેશ પર થોડો વખત ચોંટી રહે છે.
દા. ત. તીવ્ર કષાયોદય વખતે ગ્રહણ કરાતાં કાર્માસ્કંધો આત્મપ્રદેશોની સાથે ૭0 કોડાકોડી સાગરોપમ સુધી ચોંટી રહે છે. અને મન્દકષાયોદય વખતે ગ્રહણ કરાતાં કાર્મણસ્કંધો આત્મપ્રદેશોની સાથે અંતર્મુહૂર્ત સુધી ચોંટી રહે છે.
રસબંધ - જેમ કોઈ લાડુમાં ગળપણ વધુ નાંખવામાં આવે તો, તે લાડુમાં મીઠાશ વધુ હોય છે. અને ગળપણ ઓછું નાંખવામાં આવે તો, લાડુમાં મીઠાશ ઓછી હોય છે. તથા કોઈ લાડુમાં મેથી વધુ A. શતકનામાપંચકર્મગ્રંથ जोगापयडिपएसं, ठिइअणुभागं कसायाओ ॥ ९६ ॥
૩૩.
For Private and Personal Use Only