________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનાં ઉપર “જ્ઞાનાવરણીયાદિ-કર્મવાદળ” આવી જવાથી આત્માનું અનંતજ્ઞાનાદિ શુ=અસલી સ્વરૂપ ઢંકાઈ જવાથી, આત્માનું અંધકારમય અજ્ઞાનાદિ અશુદ્ધ નકલી સ્વરૂપે પ્રગટ થઈ જાય છે.
જેમકે :- આત્માનો પ્રથમ ગુણ “અનંતજ્ઞાન” છે. જ્ઞા” ધાતુનો અર્થ “જાણવું” થાય છે. લોકાલોકમાં રહેલાં સર્વ દ્રવ્યોની અતીત- અનાગત અને વર્તમાનકાળની ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણે પ્રકારની પરિણતિને એકીસાથે, એકસમયમાં જાણી શકવાની આત્મિકશક્તિને અનંતજ્ઞાન કહેવાય. “અનંતજ્ઞાનગુણને ઢાંકનાર કાર્મણઔધોને, જ્ઞાનાવરણીયકર્મ કહેવાય.”
જ્ઞાનાવરણીય કર્મવાદળને લીધે જીવનું અનંતજ્ઞાનાત્મક અસલી સ્વરૂપ ઢંકાઈ જવાથી, અજ્ઞાનતા, મૂર્ખતાદિ નકલી સ્વરૂપ પ્રગટ થયું છે. માટે જીવ અનંતજ્ઞાની હોવા છતાં પણ અજ્ઞાની, મૂર્ખ કહેવાય છે.
(૨) આત્માનો બીજો ગુણ “અનંતદર્શન” છે. દ” ધાતુનો અર્થ જોવું, દેખવું થાય છે. લોકાલોકમાં રહેલાં સર્વ દ્રવ્યોની અતીત-અનાગત અને વર્તમાનકાળની ઉત્પાદ-વ્યય અને ધ્રુવ એ ત્રણે પ્રકારની પરિણતિને એકીસાથે, એક સમયમાં દેખી શકવાની આત્મિક શક્તિને અનંતદર્શન કહેવાય છે.
અનંતદર્શનગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને, દર્શનાવરણીયકર્મ કહેવાય.”
દર્શનાવરણીય કર્મવાદળને લીધે જીવાત્માનું અનંતદર્શનાત્મક અસલી સ્વરૂપ ઢંકાઈ જવાથી અંધાપો, પંગુત્વ, મૂકત્વ, બહેરાશ, નિદ્રાધીનતા વિગેરે નકલી સ્વરૂપે પ્રગટ થયું છે. માટે જીવ અનંતદર્શની હોવા છતાં પણ આંધળો, લૂલ, મંગો, બહેરો કહેવાય છે. (૩) આત્માનો ત્રીજો ગુણ “અવ્યાબાધ સુખ” છે.
- વિ + મા + વાધુ ધાતુને ભાવ અર્થમાં પન્ પ્રત્યય લાગીને “વ્યાબાધ” શબ્દ બન્યો છે. વ્યાબાધ = પીડા, દુઃખ. અવ્યાબાધ = પીડા રહિત, દુઃખ રહિત.
૩૬
For Private and Personal Use Only