________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વારા જાણે, તે કેવળજ્ઞાન કહેવાય. જેમ હથેળીમાં રહેલો આમળો ચારેબાજુથી સ્પષ્ટ જણાય છે. તેમ કેવળજ્ઞાની સંપૂર્ણ લોકાલોકમાં રહેલાં, ત્રિકાલ સંબંધી સર્વદ્રવ્યોનાં સર્વપર્યાયોને એકીસાથે સ્પષ્ટ રીતે જાણી શકે છે.
જેમ આરિસામાં એકી સાથે અનેક વસ્તુનું પ્રતિબિંબ પડે છે તેમ કેવળજ્ઞાનીના આત્મામાં સર્વ દ્રવ્યનું સર્વ પર્યાય સહિત એકી સાથે વિલક્ષણ પ્રતિબિંબ પડે છે. તેથી કેવળજ્ઞાની સર્વ દ્રવ્યના સર્વ પર્યાયને એકી સાથે જાણી શકે છે.
દ્રવ્ય એટલે મૂળ પદાર્થ. પર્યાય એટલે મૂળ પદાર્થની વિવિધ અવસ્થાઓ.
દા. ત. આત્મા એ મૂળપદાર્થ છે. અને આત્માની દેવ, નારક, તિર્યંચ, મનુષ્ય વિગેરે અવસ્થાઓ એ આત્માનાં પર્યાય કહેવાય. એક એક દ્રવ્યનાં અનંતા પર્યાયો હોય છે.
કેવળ શબ્દનો ભિન્ન ભિન્ન અર્થ :(૧) કેવળ = એક.
કેવળ શબ્દનો અર્થ એક થતો હોવાથી કેવળજ્ઞાનને મત્યાદિ-૪ જ્ઞાનરહિત એકલું જ્ઞાન કહેવાય છે. એટલે જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે અત્યાદિ-૪ જ્ઞાન હોતાં નથી કેવળજ્ઞાન એકલું જ હોય છે.
આ બાબતમાં બે મત છે. કેટલાક આચાર્ય મહારાજનું એવું માનવું છે કે, જેમ સૂર્યનાં પ્રકાશમાં ગ્રહ-નક્ષત્ર-તારા વિગેરેનો પ્રકાશ સમાઈ જાય છે. તેમ કેવળજ્ઞાનમાં અત્યાદિ-૪ જ્ઞાન સમાઈ જાય છે. માટે કેવળજ્ઞાન “એકલું” છે. (૨) કેટલાક આચાર્ય મહારાજનું એવું માનવું છે કે, કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે મત્યાદિ-૪ જ્ઞાનો નાશ પામે છે. કારણકે કેવળજ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. પણ અત્યાદિ-૪ જ્ઞાનો આત્માનાં સ્વભાવરૂપ નથી. કેવળજ્ઞાનાવરણીયકર્મને લીધે ઉત્પન્ન થતા હોવાથી કર્મ સાપેક્ષ છે. કારણકે ઘનઘોર વાદળથી ઢંકાયેલાં સૂર્યની જેમ કેવળજ્ઞાન ઘનઘાતી કર્મો દ્વારા ઢંકાયેલું હોવા છતાં પણ જ્ઞાનનો થોડો પ્રકાશ તો ખુલ્લો રહી જ A. આરિસો અને તેમાં પડતું પ્રતિબિંબ પુદ્ગલસ્વરૂપ હોવાથી રૂપી છે. આત્મા અરૂપી છે તેમાં પડતું પ્રતિબિંબ રૂપી તથા અરૂપી હોવાથી વિલક્ષણ કહ્યું છે.
૪૬
For Private and Personal Use Only