________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-: જ્ઞાનાવરણીયાદિકર્મના ક્રમનું પ્રયોજન :
ઉપયોગ એ જીવનું લક્ષણ છે. તેના ૨ પ્રકાર છે. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. આ બેમાં જ્ઞાનોપયોગ મુખ્ય છે. કારણ કે જ્ઞાનથી કર્મવિષયક શાસ્ત્ર અથવા બીજા શાસ્ત્રનો વિચાર કરી શકાય છે. (જાણી શકાય છે, જ્યારે કોઇપણ લબ્ધિ પ્રાપ્ત થાય છે. ત્યારે જીવ જ્ઞાનોપયોગયુક્ત જ હોય છે. મોક્ષની પ્રાપ્તિ વખતે પણ જ્ઞાનોપયોગ જ હોય છે. માટે જ્ઞાનને ઢાંકનારૂ જ્ઞાનાવરણીય કર્મ પ્રથમ કહ્યું છે.
જ્ઞાનોપયોગમાંથી શ્રુત આત્મા અવશ્ય દર્શનોપયોગમાં સ્થિર થાય છે. માટે જ્ઞાનાવરણીયકર્મ પછી દર્શનગુણને ઢાંકનારૂ દર્શનાવરણીયકર્મ કહ્યું છે.
જ્ઞાનાવરણીયકર્મનાં ઉદયવાળો જીવ સૂક્ષ્મ પદાર્થોને જાણી શકતો ન હોવાથી દુઃખી થાય છે. અને જ્ઞાનાવરણીયકર્મોનાં ક્ષયોપશમવાળો જીવ સૂક્ષ્મ, સૂક્ષ્મતર પદાર્થને જાણી શકતો હોવાથી આનંદ-સુખનો અનુભવ કરે છે. | દર્શનાવરણીયકર્મનાં ઉદયવાળો જીવ આંખે જોઈ શકતો ન હોવાથી અથવા ઓછું દેખી શકતો હોવાથી દુઃખી થાય છે. અને દર્શનાવરણીયકર્મનાં ક્ષયોપશમવાળો જીવ ચક્ષુદ્વારા સ્પષ્ટ રીતે વસ્તુને જોઈ શક્તો હોવાથી આનંદ-સુખનો અનુભવ કરે છે. એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના કારણે જીવને સુખદુઃખનો અનુભવ થતો હોવાથી ત્રીજું વેદનીયકર્મ કહ્યું છે.
વેદનીયકર્મના ઉદયથી જીવને સુખદુઃખનો અનુભવ થતા, સુખનાં સાધન પ્રત્યે રાગ થાય છે. અને દુઃખનાં સાધન પ્રત્યે દ્વેષ થાય છે. માટે વેદનીય કર્મ એ રાગદ્વેષરૂપ મોહનીયકર્મનું કારણ હોવાથી વેદનીયકર્મ પછી ચોથું મોહનીયકર્મ કહ્યું છે.
મોહનીયકર્મનાં ઉદયવાળા મૂઢાત્માઓ આરંભ અને પરિગ્રહાદિમાં આસક્ત થઇને નરકાદિ આયુષ્ય બાંધે છે. તેથી મોહનીયકર્મ એ આયુષ્યકર્મનું કારણ હોવાથી મોહનીય કર્મ પછી પાંચમું આયુષ્યકર્મ કહ્યું છે.
નરકાદિ આયુષ્યનો ભોગવટો શરીર વિનાં થઈ શક્તો નથી. માટે નરકાદિ આયુષ્યનાં ઉદય વખતે આયુષ્યનાં ઉદયાનુસાર શરીર, ઇન્દ્રિય, ગતિ
૪૦
For Private and Personal Use Only