________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
=
જીવ જ્યારે કર્મોનો બંધ કરે છે. ત્યારે વ્યક્તિરૂપે જીવની સાથે કર્મનાં સંયોગ (સંબંધ)ની આદિ (શરૂઆત) થઇ કહેવાય. અને તે કર્મો ફળ આપીને જ્યારે છૂટા પડી જાય છે. ત્યારે તે કર્મોનો ‘‘અંત’ (નાશ) થયો કહેવાય. એટલે વ્યક્તિરૂપે જીવની સાથે કર્મનો સંબંધ સાદિ શરૂઆતવાળો અને સાંત= અંતવાળો છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) અનાદિ સાંત :-^ભવ્ય જીવોની અપેક્ષાએ, જીવની સાથે કર્મનો સંબંધ પ્રવાહરૂપે મરઘી અને ઈંડાની માફક અનાદિકાળથી ચાલુ હોવા છતાં પણ જ્યારે રાગાદિભાવોનો નાશ થાય છે ત્યારે જીવની સાથે પૌદ્ગલિક કર્મનો સંબંધ છૂટી જાય છે. જેથી ભવ્યજીવોની સાથે કર્મપુદ્ગલોનો સંબંધ અનાદિકાળથી ચાલુ હોવા છતાં પણ કાલાન્તરે અંત આવતો હોવાથી, પ્રવાહરૂપે કર્મનો સંબંધ અનાદિ-સાંત છે.
(૩) અનાદિ-અનંતઃ- Bઅભવ્ય જીવોની અપેક્ષાએ, જીવની સાથે કર્મનો સંબંધ પ્રવાહરૂપે મરઘી અને ઇંડાની માફક અનાદિકાળથી ચાલુ છે. અને અભવ્યજીવોને ક્યારેય રાગાદિભાવોનો અંત આવવાનો નથી. તેથી અભવ્યજીવો ક્યારેય કર્મબંધમાંથી મુક્તિ મેળવી શકતાં નથી. માટે પ્રવાહરૂપે કર્મનો સંબંધ અનાદિ-અનંત છે. કર્મમાં મૂર્તત્વની સિદ્ધિ :
દ્રવ્યકર્મ પુદ્ગલ સ્વરૂપ હોવાથી મૂર્ત= રૂપી છે. કર્મો અત્યંત સૂક્ષ્મરજ સ્વરૂપ હોવાથી આંખે દેખી શકાતા નથી. પરંતુ કાર્યણસ્કંધો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા હોવાથી મૂર્ત છે.
જેમ ધ્વનિ (શબ્દ)માં ઉદ્ધૃત રૂપ ન હોવાથી દેખી શકાતો નથી પરંતુ શબ્દનાં શ્રવણથી જીવને અનુગ્રહ (ઉપકાર) કે ઉપઘાત (નુકશાન) થતો દેખાય છે. તેથી ધ્વનિમાં જેમ મૂર્તત્વની સિદ્ધિ થાય છે. તેમ આત્મા પર થતા અનુકૂલતા અને પ્રતિકૂલતાનાં સંવેદનથી તથા ગ્રહણશાટનથી કર્મમાં મૂર્તત્વની સિદ્ધિ થાય છે.
A. જે જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા (લાયકાત) હોય તે ભવ્ય કહેવાય.
B. જે જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા (લાયકાત) ન હોય, તે અભવ્ય કહેવાય.
૨૮
For Private and Personal Use Only