________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મશબ્દનો અર્થ :કર્મની વ્યુત્પત્તિ -ક્રિય તત્ વર્ષ (જે કરાય તે કર્મ). કર્મશબ્દમાં કૃ ધાતુને “મન' પ્રત્યય લાગ્યો છે. 5 +મન્ = કર્મ અહીં કુ ધાતુ ને મનું પ્રત્યય કર્મણિ પ્રયોગમાં લાગેલો હોવાથી ગ્રન્થકારશ્રી એ “જીવવડે જે કરાય તે કર્મ.” કહેવાય, એમ આખું વાક્ય કર્મણિપ્રયોગમાં મૂક્યું છે. વાક્યમાં જીવ
ક” છે. “જે” શબ્દ “કર્મ” સૂચક છે. “જીવ વડે મિથ્યાત્વાદિ હેતુકારા, જે કરાય છે એટલે કે કાર્મણસ્કંધોમાં જ્ઞાનાદિગુણને ઢાંકવાની તેમજ સુખદુઃખાદિને આપવાની શક્તિ ઉત્પન્ન કરાય છે. તેથી તે [કાર્મણસ્કંધો] “કર્મ" કહેવાય છે.
કર્મબંધનું સ્વરૂપ :કાજળની ડબ્બીમાં કાજળના કણીયાં, જેમ ઠાંસી ઠાંસીને ભરેલાં હોય છે. તેમ સંપૂર્ણલોકમાં કાર્મણવર્ગણાનાં પુદ્ગલો ઠાંસી ઠાંસીને ભરેલાં છે. તેથી જીવ જે જગ્યાએ રહેલો હોય, એ જગ્યાએથી શારીરિકાદિ પ્રવૃતિરૂ૫ યોગદ્વારા અનંતાનંત કાર્મણ સ્કંધોને ગ્રહણ કરે છે. તે વખતે જીવદ્વારા ગ્રહણ કરાયેલા કાર્મણસ્કંધોમાં મિથ્યાત્વાદિને લીધે જ્ઞાનાદિગુણને ઢાંકવાની તેમજ સુખદુઃખાદિને આપવાની શક્તિ ઉત્પન્ન થતી હોવાથી કાર્મણસ્કંધો કર્મસંજ્ઞક બને છે. તે વખતે જેમ તપાવેલાં લોખંડનાં એક એક કણીયામાં અગ્નિ ઓતપ્રોત થઈ જાય છે. તેમ કર્મરૂપે બનેલા કાર્મણસ્કંધો, આત્મપ્રદેશોની સાથે ઓતપ્રોત થઈ જાય છે. અથવા દૂધમાં પાણી નાંખતાં જેમ દૂધની સાથે પાણીના બિન્દુઓ એકમેક થઈ જાય છે. તેમ કાર્મણ સ્કંધો (કર્મો) આત્માના એકેક પ્રદેશની સાથે એકમેક થઈ જાય છે. તેને “કર્મબંધ” કહેવાય છે. A. સર્વથતુષ્યનિનાએ ઉણાદિ સૂત્રથી કૃધાતુને મનું પ્રત્યય લાગીને વર્ષનશબ્દ બન્યો છે. નાનો નો ૨૧૩૧ ... (સિ.લે. શબ્દાનુશાસન) થી નું નો લોપ થયો છે. B. શતકનામા પંચમ્ કર્મગ્રન્ય ગાથા નં.૭૮
સ્વપત ટીકા :- “અvi તપ'' fસ ... - પ્રવત્તિअभव्येभ्योऽनन्तगुणैः सिद्धेभ्योऽनन्तगुणहीनैः परमाणुभिर्निष्पन्नमेकैकं कर्मस्कंन्धं गृह्णाति, तानपि स्कन्धान्, प्रतिसमयमभव्येभ्योऽनन्तगुणान् सिद्धानापन्नभागवर्तिन . एव गृह्णातीति ॥७८॥
૨૫
For Private and Personal Use Only