________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મવિપાકનામા પ્રથમ કર્મગ્રંથ
મંગલાચરણ અને કર્મનું સ્વરૂપसिरिवीरजिणं बंदिय, क म्मविवागं समासओ वुच्छं, कीरइ जिओण हेउहिं, जेणं तो भन्नो कम्मं ॥१॥ श्री वीरजिनं वन्दित्वा कर्मविपाकं समासतो वक्ष्ये ।
क्रियते जीवेन हेतुर्भियेन ततो भण्यते कर्म ॥१॥ ગાથાર્થ - શ્રી વીરજિનેશ્વરને નમસ્કાર કરીને હું કર્મના ફળને ટૂંકાણથી કહીશ. જીવવડે હેતુલારા જે કરાય છે. તેથી તે “કર્મ કહેવાય છે.
વિવેચન-ગ્રન્થકાર શ્રી દેવેન્દ્રસૂરિમહારાજા “સિરિવીરજિસંવંદિય” પદ દ્વારા, બાહ્ય અને અત્યંતર લક્ષ્મીથી યુક્ત મહાવીર જિનેશ્વરનાં ગુણનું સ્મરણ કરવા દ્વારા મનથી, સ્તુતિ કરવા દ્વારા વચનથી, પ્રણામ કરવા દ્વારા કાયાથી, મંગલાચરણ કરી રહ્યા છે.
સિરિ=શ્રી લક્ષ્મી લક્ષ્મી ૨ પ્રકારે છે.
• A.જ્યારે પ્રાકૃત કે સંસ્કૃત ભાષામાં પ્રશ્નનો જવાબ આપવાનો હોય ત્યારે પ્રત્યુત્તરની શરૂઆત કરતાં યેન, તટ કે યમદ્િ અવ્યયો મૂકાય છે. અને પ્રત્યુત્તરનો ઉપસંહાર કરતી વખતે તત, તે, તમત, અવ્યયો મૂકાય છે. પરંતુ ગુજરાતી ભાષામાં પ્રત્યુત્તરની શરૂઆતમાં
ન = જેથી શબ્દ બહુ વપરાતો નથી પણ તેની સાથે સંબંધ રાખતો તે = તેથી શબ્દ અવશ્ય વપરાય છે. દા.ત. કોઈકે પ્રશ્ન કર્યો કે,
માં પહુન્ન કર્થ થ્થતે ? કમળને પંકજ કેમ કહો છો ? સંસ્કૃત ભાષામાં પ્રત્યુત્તર આપતાં કહ્યું કે, વેર - ત પ ગાયતે
(ततः) तेन पङ्कजम् इति भण्यते । ગુજરાતી ભાષામાં - તે કાદવમાં ઉત્પન્ન થયેલું છે. તેથી તેને પંકજ કહેવાય છે. આ પ્રમાણે કર્મની બાબતમાં પ્રશ્રકારોએ પ્રશ્ન કર્યો કે.
આત્મા સાથે ચોંટેલી કામણવર્ગણાનાં પગલોને તમે “કર્મ” કેમ કહો છો? પ્રત્યુત્તર આપતાં ગ્રન્થકાર શ્રી કહે છે કે,
૨૦.
For Private and Personal Use Only