________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) બાહ્યલક્ષ્મી, (૨) અત્યંતરલક્ષ્મી,
તીર્થંકરદેવોની અશોકવૃક્ષ” વિગેરે આઠપ્રાતિહાર્ય તેમજ ચોત્રીશ અતિશય વિગેરે જે બાહ્ય ઋદ્ધિ છે. તેને બાહ્ય લક્ષ્મી કહેવાય છે. અને કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતસુખ, અનંતવીર્ય વિગેરે આત્માનાં સ્વાભાવિક ગુણોને અત્યંતર લક્ષ્મી કહેવાય છે. આ બન્ને પ્રકારની લક્ષ્મી તીર્થંકરભગવંતને જ હોય છે.
“કર્મવિપાક' ગ્રન્થની શરૂઆત કરતાં ગાથાનાં પૂર્વાર્ધમાં ગ્રન્થકારશ્રીએ, ગ્રન્થની નિર્વિબે પરિસમાપ્તિ કરવાને માટે, “સિરિવીરજિર્ણ વંદિય” પદ દ્વારા બાહ્યા અને અત્યંતર લક્ષ્મીથી યુક્ત મહાવીર જિનેશ્વરને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કરીને, “કમ્મવિવાગ” પદ દ્વારા વિષય બતાવ્યો છે. તથા “સમાસઓ” પદ દ્વારા પ્રયોજન બતાવ્યું છે. તથા ગર્ભિતપણે સંબંધ અને અધિકારીનું પણ સૂચન કર્યું છે. (૧) વિષય :- ગ્રન્થમાં જે બાબતની મુખ્યતા હોય તેને વિષય કહેવાય.
પ્રસ્તુત ગ્રન્થમાં કર્મનાં વિપાક = ફળની મુખ્યતા હોવાથી આ ગ્રન્થનો વિષય “કર્મવિપાક” છે. (૨) પ્રયોજન :- જે ઉદ્દેશ (હેતુ) થી પ્રવૃતિ કરાય. તે પ્રયોજન કહેવાય. પ્રયોજન બે પ્રકારે છે.
(૧) અનંતર પ્રયોજન. ચેન- નીવેન હેતુષિ ચિતે |
તત: 4 રૂતિ મળ્યતે | ગુજરાતી ભાષામાં - જીવવડે હેતુદ્વારા જે કરાય છે. એટલે કે કાશ્મણવર્ગણાનાં પુદ્ગલોમાં જ્ઞાનાદિ ગુણને ઢાંકવાની તેમજ સુખદુઃખાદિને આપવાની શક્તિ ઉત્પન્ન કરાય છે. તેથી તે કર્મ કહેવાય છે. એટલે ગાથાના ઉત્તરાર્ધનો અર્થ એવો કરવો કે,
“જીવવડે હેતુદ્વારા જે કરાય છે.” તેથી તે “કર્મ” કહેવાય છે. A. અશોવૃક્ષ: સુરપુષ્પવૃષ્ટિ, દ્વિવ્યધ્વનિશ્ચામરમાસ ૨ |
भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥
૨૧
For Private and Personal Use Only