________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હવે જો તમે એમ કહેશો કે પહેલો જીવ અને પછી કર્મ છે. તો અનિષ્ટાપત્તિ આવશે. કારણ કે પહેલાં કર્મરહિત શુદ્ધજીવ હતો અને પાછળથી શુદ્ધ જીવને કર્મ વળગ્યું એમ માનવું પડશે. માટે જે જીવો સંપૂર્ણ કર્મનો ક્ષય કરીને સિદ્ધાવસ્થાને પામેલાં છે. તેમને પણ કર્મો વળગી જશે. જેથી સિદ્ધજીવોને ફરી સંસારમાં આવવું પડે. તેથી મોક્ષ અને ધર્મ નિરર્થક બને. આ વાત ઈષ્ટ નથી. તેથી અનિષ્ટાપત્તિ આવે છે. માટે પહેલાં જીવ શુદ્ધ હતો અને પછી તે કાર્યણસ્કંધોને ગ્રહણ કરીને, કર્મનાં સંયોગવાળો થયો, એવું તો માની શકાશે નહીં.
આમ, જીવ અને કર્મમાં પહેલું કોણ ? તેનો નિર્ણય થઈ શકતો નથી. કારણકે જીવ વિનાનું એકલું કર્મ હોતું નથી અને કર્મ વિનાનો સંસારી જીવ હોતો નથી, બન્ને પરસ્પર સાપેક્ષ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ પિતા-પુત્ર, મરઘી-ઈંડુ, વૃક્ષ-બીજ, દ્રવ્યકર્મ-ભાવકર્મ વિગેરે યુગલો સાપેક્ષ છે. તેમ જીવ-કર્મ સાપેક્ષ છે. આવા સ્થળે પરસ્પર કાર્યકારણભાવની પરંપરા ચાલુ જ હોય. એટલે “જે જે સ્થળે પરસ્પર કાર્યકારણભાવની પરંપરા ચાલુ જ હોય તે તે સ્થળે પહેલું કોણ ? તેનો નિર્ણય થઇ શકતો નથી. માટે જીવ અને કર્મમાં પહેલું કોણ ? તેનો નિર્ણય થઇ શકતો નથી. માટે જીવ અને કર્મનાં સંયોગની “આદિ' સિદ્ધ થઇ શકતી નથી. તેથી પરંપરાએ પ્રવાહની અપેક્ષાએ જીવ અને કર્મનાં સંબંધની “અનાદિ” સિદ્ધ થઇ જાય છે.
૧૭
For Private and Personal Use Only