________________
ઉપરના લેખ.]
(૩)
: . " અવલોકન
નીચે આવેલા ૧૧૮ લેખ તથા તેમને સાર મી. કાઉસેસે ૧૮૮૮-૮૯ (ઈ. સ. ) માં પાલીતાણું નજીકના શત્રુંજય પર્વત ઉપર આવેલાં જૈન દેવાલમાંથી લીધેલા છે અને પ્રકાશકે તે મારા તરફ મોકલી આપ્યા છે. તેના બે મોટા વિભાગ પડી શકે: (૧) નં. ૧-૩ર જેની મિતિ સંવત ૧૫૮૭ થી ૧૭૧૦ સુધીની છે, અને (૨) નં. ૩૩ છે જેની મિતિ સંવત ૧૭૮૩ થી ૧૮૪૩ અગર ઈ. સ. ૧૮૮૭ સુધીની છે. બીજા વિભાગના લેખોમાંથી ઐતિહાસિક બાબત બહુ થોડી નીકળે તેવી છે તેથી મેં અહીં આપ્યા નથી પણ તેમને ટુંકસાર આપ્યા છે. પરંતુ નં. ૧૦૫ (આ સંગ્રહમાં નં. ૩૨) ને લેખઆખો આપ્યો છે. કારણ કે તેમાં અંચલગચ્છની હકીકત પૂરી આપી છે અને તેના વિષે હજુ સુધીમાં બહુ થોડું જાણવામાં આવ્યું છે. આ લેખે હાલના વખતના યતિઓ કેવી સંસ્કૃતિને ઉપગ કરે છે તેના નમૂનો રૂપે છે; તથા, જુનાં પુસ્તક અને લેખમાં વપરાતી મિથભાષાનું મૂળ ખોળી કાઢવામાં એ સહાયભૂત થશે અને જુના જૈન વિદ્વાને જેવા કે મેરૂતુંગ, રાજશેખર, અને જિનમંડનની ભાષાને સંસ્કૃત વ્યાકરણના નિયમે લગાડવાનું પણ સુલભ થઇ પડશે. આ લેખના ઉતારા અને નં. ૧-૩૩, તથા નં. ૧૧૮ ની નકલ ડાકટર જે. કિર્ટ ( J. Kirste ), જે વીએને યુનવસીટીને પ્રાઇવેટ ડસન્ટ ( Private Eccent ) છે તેમણે તૈયાર કરી હતી, અને તેમની નીચે આપેલી ટીપો પણ તેમણે કરેલી છે. . . * આ ૧૧૮ લેખ માં આવેલી ઐતિહાસિક હકીકતના નીચે પ્રમાણે વિભાગ થઈ શકે –
( ૧ ) પશ્ચિમ હિંદની રાજકીય હકીક્ત; : ( ર ) જૈન સાધુઓના સંપ્રદાયો વિષેની હકીકત;
( ૩ ) જૈન શ્રાવકેના ઉપવિભાગો વિષેની હકીકત. * પહેલી બાબતને માટે નં. ૧ ને લેખ ઘણે ઉપયોગી છે; કારણ કે તેમાં (પં. ૧ ) ગુજરાતના ત્રણ સુલ્તાનનાં નામ આપ્યાં છે. (૧)
૧. નં. ૯૬-૯૭ની મિતિ નકકી નથી. નં. ૯૮ તે ખરી રીતે નં. ૧૨ પછી મૂકવો જોઈએ. : , . * એપીઝાકીઆ ઈનિડકામાં એ બધા લેખો, શિલાપની પંકિતઓના અનુસાર છાપેલા છે પરંતુ મેં આ સંગ્રહમાં, પદ્યબંધ લેખને તે પદ્યાનુસાર અને નવલેને કેવલ સંલગ્ન જ આપી દીધા છે તેથી ડૉ. બુલ્ડરની, સૂચવેલી પંક્તિઓ પ્રમાણે ત્યાં ન જોતાં પડ્યાંક પ્રમાણે જેવું – સંગ્રાહક