________________
. રાણપુર
"
પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૮૯)
^ ^^^^^^^^^ ........ .................... ... ... વળી જાણવું જોઈએ કે તેને સં. એટલે કે સંઘપતિ ( સંઘ એટલે જૈન યાત્રાળુઓને સમૂહ, તેને દેરનાર) કહ્યા છે. જૈન લેકમાં એમ મનાય છે કે સંધ કાઢીને યાત્રાનાં સ્થળોએ ફરવું અને સઘળો ખચ પોતાને માથે વેઠવો એ એક પુણ્યનું કામ છે અને પૈસાદાર ગ્રહસ્થોએ કાઢેલા ભારે સંઘના ઘણું વર્ણન જન ગ્રંથોમાંથી મળી આવે છે. તેથી એમ કહી શકાય કે ધરણાક માત્ર ધર્મથી જૈન હતું એમ નહિ પરંતુ તે ચુસ્ત જૈન હતા. વિશેષમાં કહ્યું છે કે તે પ્રાગ્વાટે વંશભષણ હતો એટલે કે તે પોરવાડ વાણુંઆની જ્ઞાતિનો હતો. તેના કુટુંબ વિષે બીજી પણ હકીકત આપી છે. તેના દાદાનું નામ માંગણ અને બાપનું નામ કુરપાલ હતું. તેની માનું નામ કામલદે આપ્યું છે. તેના બાપ' તથા દાદાને સંધપતિ કહ્યા છે. આ ઉપરથી એમ જણાય છે કે ધરણાક પ્રથમ સંઘ કાઢનાર છે એમ નહિ પરંતુ તેના કુળમાં સંઘ કાઢવાનો રિવાજ હતો. ૩૨-૩૪ લીટીઓમાં કહેલું છે કે આ ધાર્મિક કાર્યમાં ગુણરાજ નામના બીજા જૈન ધનાઢયે તેને મદદ કરી છે. માત્ર સંઘ કાઢવામાં જેની પવિત્રતાની કીર્તિ છે એમ નહિ પરંતુ તેણે અને જાહરી, પિંડરવાટક, અને સાલેર જેવા સ્થળોમાં નવા દેવાલય બંધાવ્યાં છે તથા જુનાં દેવાલયે સમરાવ્યાં છે. લી. ૩૯-૪૦ માં એમ આવે છે કે રાણપુરમાં આ મુખ દેવાલય બંધાવવામાં પણ તેના કુટુંબનાં બીજાં માણસોએ, તેને મદદ કરી હતી. તેને મોટા ભાઈ તથા ભત્રીજાઓનાં નામો આપેલા છે. તેના મોટા ભાઈનું નામ રત્ના છે તેની સ્ત્રી રન્નાદે હતી જેનાથી તેને ચાર, પુત્રે થયા. લાખા, મના, સેના, અને સાલિગ. બીજાં નામ આપ્યાં છે તે . ધરણાકના પુત્રોનાં છે. ધરણાકને પિતાની સ્ત્રી ધારલદેથી ઓછામાં ઓછા બે છોકરા થયા હતા તેમનાં નામે, જાજ્ઞા અને જાવડ. ત્યાર પછી રાણપુર નામ પડવાનું કારણ આવ્યું છે. લી. ૪૧-૪૨ માં સ્પષ્ટપણે કહ્યું : છે કે રાણપુર નામ રાણા કુંભકર્ણના નામ ઉપરથી પડયું છે. આ દેવળ, ગુહિલ રાજાના હુકમથી અહીં બાંધ્યું છે એમ લાગે છે. વિશેષમાં કહ્યું છે કે ચામુવીરવિહાર (એટલે કે ઋષભનાથનું ચોમુખ દેવાલય) ના નામથી.
તે ઓળખાતું હતું, પણ ઐોચી ના નામથી પણ ઓળખાતું હતું. લી. - ૪૬ માં એમ કહેવામાં આવ્યું છે કે સૂત્રધાર પાકે તે બાંધ્યું હતું..
* * સંઘના વર્ણન માટે જુઓ પ્રોગ્રેસ રિપોર્ટ, આકા બોલૉજીકલ સ, વેસ્ટર્ન 'સરલ, ૧૯૦૭-૧૯૦૮, પા. ૫૫.