________________
પ્રાચીન જેનલેખસંગ્રહ,
(૨૭)
*: .
[ હરિતકુંડી
પાસેથી દર મનુષ્ય એક પલક (દદ) પ્રત્યેક અરઘટ્ટ (.અરટ્ટ-કુવા)
દીઠ ૪ શેર ગ તથા જવ, (૭) પ્રત્યેક પેડા પ્રતિ પાંચ પાંચ પળ; - (૮) દર ભાર (૨૦૦૦ પળને એક ભાર) ઉપર વિશોપકા નામને
એક ચલણ શિકો. (૯) કપાસ, કાંસુ, કુંકુમ અને મજીઠ વગેરે કયાણાની દરેક ચીજના દર ભાર દીઠ દશ દશ પળ; (૧૦) ગહે, જેવ, મગ, મીઠું, રાળ આદિ જાતની ચીજોના પ્રત્યેક દ્રોણે એક માણક; ઈત્યાદિ. આ પ્રમાણે વિદગ્ધરાજાએ દાન તરીકે આપ્યું હતું તેમાંથી ભાગ ભગવાન્ (મંદિર) માટે લઈ જવામાં આવતું અને ૩ ભાગ આચાર્યના વિદ્યાધન તરીકે ખર્ચવામાં આવતે. (૮–૧૮) સંવત્ ૯૭૩ ના આષાઢ માસમાં આ પ્રમાણે વિદગ્ધરાજાએ શાસનપત્ર કર્યું હતું અને સં. ૬ ને માઘ માસની વદી ૧૧ ના દિવસે મંમટરાજાએ ફરી તેનું સમર્થન કર્યું હતું. (૧૯૨૦) અંતિમ . પદ્યમાં જણાવેલું છે કે, આ જગતમાં જ્યાં સુધી પર્વત, પૃથ્વી, સૂર્ય, ભારતવર્ષ, ગંગા, સરસ્વતી, નક્ષત્ર, પાતાલ અને સાગર વિદ્યમાન રહે ત્યાંસુધી આ શાસનપત્ર કેવસૂરિની સંતતિમાં ચાલતું રહે. અંતે ફરી ગદ્યમાં ૯૭૩ અને ૯૬ ની સાલે આપી સત્યયોગેશ્વર નામના સૂત્રધારે આ પ્રશસ્તિ કતરી, એમ જણાવી લેખ સમાપ્ત કર્યો છે...
. (૩૨૯–૩રર ). " - આ નબવાળા લેખે હથુંડી ( હસ્તિકુંડી ) ગામથી ૧ માઈલ દૂર આવેલા મહાવીર–મંદિરમાંના જુદા જુદા સ્તર ઉપર કોતરેલા છે, અને હુને શ્રીયુત ડી. આર. ભાંડારકર એમ. એ. તરફથી મળેલા છે. એ સ્થાન ઘણું જુના કાલથી રાતા–મહાવીરના નામે
પ્રસિદ્ધ છે. અને એક તીર્થ સ્થળ તરીકે ગણાય છે. ઉપર મહે. ' શિલાલેખ પણ કર્નલ બર્ટને આજ મંદિરમાંની એક ભીતમાંથી મળી
આવ્યું હતું. ઉપરના લેખમાં જણાવ્યા પ્રમાણે આ સ્થળે મુખ્ય - કરીને રાષભદેવ મંદિર હોવું જોઈએ પરંતુ વર્તમાનમાં તે.
મહાવીરમંદિર વિદ્યમાન છે અને એ મહાવીર–મંદિર પણ ઘણું