________________
પ્રાચીનજનલેખસ’ગ્રહ.
હસ્તિ કડી
પેાતાના પુત્ર ખાલપ્રસાદને રાજ્યપાટ ઉપર બેસાડી પોતે સ’સારથી મુકત થયા, એમ જણાવેલુ' છે. ૨૦-૨૧ કાન્યા પણ સામાન્ય પ્રશસા કરનારાં જ છે. ૨૨ મા શ્ર્લાકમાં, એ રાજાની રાજધાનીનું નામ છે જે હસ્તિકુ‘ડી ( હથુ’ડી ) ના નામે પ્રસિદ્ધ હતી. ૨૩ થી ૨૭ સુધીનાં કાવ્યેામાં એ નગરીનુ જ વર્ણન છે જે આલ'કારિક હાઇ ઐતિહાસિક હકીકતથી રહિત છે.
AAAAAAAANNNNNCAn
(૨૦૫)
ARANGAN
૨૮ માં પદ્યમાં કથન છે કે, એ સમૃદ્ધ અને પ્રસિદ્ધ નગરીમાં શાંતિભદ્ર નામના એક પ્રભાવક આચાય રહેતા હતા. જેમના મ્હાંટા મ્હાટા નૃપતિએ પણ ગારવ કરતા હતા. ર૯ મા શ્ર્લોક, પણ એજ સૂરિની પ્રશ'સાત્મક છે. ૩૦ માં કાવ્યમાં, શાંતિભદ્ર સૂરિને વાસુદેવ નામના આચાર્યની પદવી—ગાદી ઉપર પ્રતિષ્ઠિત થયેલા જણાવ્યા છે. આ વાસુદેવ તે, ઉપર ૬ ઠ્ઠા કાવ્યમાં જણાવેલા વિગ્રહરાજના ગુરૂ વાસુદેવજ છે. ૩૧–૩૨ માં કાબ્યામાં શાંતિભદ્રસૂરિની પ્રશ‘સાજ ચાલુ છે અને ૩૩ માં પદ્યમાં જણાવે છે કે, એ સૂરિના ઉપદેશથી, ત્યાંના ગેષ્ઠિ ( ગઠી—સઘ ) એએ પ્રથમ તીર્થંકર-ઋષભદેવના મઢિ રના પુનરૂદ્ધાર કર્યાં. પછીના બે શ્લોકા એ મદિરના આલ'કારિક વર્ણન રૂપે લખાયલા છે. ૩૬-૩૭ માં કાવ્યમાંથી આપણને જણાય છે કે એ મંદિર પૂર્વ વિદગ્ધ રાજાએ ખધાવ્યુ હતુ અને તે જીણું થઈ જવાના લીધે તેના ઉદ્ધાર કરવામાં આવ્યા હતા. જ્યારે મદિર ફરી તૈયાર થઇ ગયુ... ત્યારે સ ́વત્ ૧૦૫૩ ના માધ સુદી ૧૩ ના દિવસે શાંતિસૂરિએ પ્રથમ તીર્થંકરની સુંદર મૂર્તિ પ્રતિષ્ઠિત સ્થાપન કરી.
.
૩૮ માં પદ્મમાં, પૂર્વે વિટગ્ધરાજાએ પેાતાના શરીરના ભાર પ્રમાણે સુવર્ણ તાલીને દાન કર્યું હતું તેનુ સ્મરણ કરાવ્યુ છે તથા ધવલરાજાએ પોતાના પુત્રની સાથે વિચાર કરીને અરઘટ્ટ સહિત પીપ્પલ નામના કુવા મદિરને ભેટ કર્યાં હતા, તે જણાવ્યુ છે. ૩૯ માં પદ્યમાં મંદિરની યાવચ્ચ'દ્ર-દિવાકરૌ સુધી વિદ્યમાનતા માટે પ્રાર્થના કરવામાં આવી છે અને અતિમ એટલે ૪૦ માં કાવ્યમાં, આ પ્રશસ્તિ કર્તા સૂરાચાર્ય નુ નામ અને પ્રશસ્તિની પ્રશ'સા કરેલી છે.