________________
સાંડેરાવનો લેખ ન. ૩૪૮ ]
( ર૩૯)
....
અવકત,
. . આ લેખ બાલીથી વાયવ્ય કેણમાં દસ માઈલ દૂર આવેલા
સાંડેરાવ નામના ગામમાંના મહાવીર મદિરના સભામંડપમાં ઉચે રિસામાં કેરેલે મળી આવ્યું છે. તેની જ લાઈને છે. તે પહે-ળાઈમાં ૩૧૧” અને લંબાઈમાં ૩” છે. નાગરી લીપિમાં લખેલો છે. આખો લેખ સંસ્કૃત ગદ્યમાં છે. નવીન શબ્દ નીચે પ્રમાણેનાં છેપાળિ” અગર “વાણા” ( પંક્તિ ૧ અને ૩) “યુથરી. ” અને “ડ્રાઇe” ( પંક્તિ, ૨ અને ૪ ) અને “ સામા” (પં. ૨). “કલ્યાણિક” શબ્દ જેનનાં ધર્મશાસ્ત્રોમાં જ મળી આવે છે. જે પવિત્ર દિવસોમાં તીર્થકરને (૧) ચ્યવન (ગર્ભાધાન) (૨) જન્મ, (૩) દીક્ષા, (૪) કેવલજ્ઞાન, અને (૫). નિર્વાણ (મોક્ષ) થાય તે દિવસેને કલ્યાણિક કહેવામાં આવે છે. ડટર કલ્યુડર્સે પ્રકટ કરેલા આબુના લેખમાંના નં. ૨ માં આ શબ્દ આવે છે. દેલવાડાના તેજપાલના દેવાલયના ફરતા મંદિરોના દુવારે ઉપર જે જે તીર્થકરના નામે તે મંદિર અર્પણ કરવામાં આવ્યાં છે તેમના પાંચ કલ્યાણિકે ત્યાં આપેલાં છે. “યુગ અને દૃઢ ને નિશ્ચિત અર્થ મને માલુમ નથી, પરંતુ હું અનુમાન કરી શકે છું કે “હાલ” તે હળને બદલે વયરાયે હશે અને “યુગધરી ” એ જવારનું નામ છે. “તલારાભાવ્ય” ને અર્થ પણ નકકી નથી. આ શબ્દ ભાવનગર રાજ્ય તરફથી પ્રકાશિત પ્રાકૃત અને સંસ્કૃત લેખ સંગ્રહ” નામના પુસ્તકના ૧૫૬ મા પૃષ્ઠ ઉપર આવેલ છે અને ત્યાં ‘તલારાનું મહેસૂલ” એ તેને અર્થ કરે છે, પરંતુ તે અર્થ સંબંધવાળ લાગતું નથી, વળી ભાવનગરના “પ્રાચીન શેધ સંગ્રહ ના ભાગ ૧ ના પાંચમા પૃષ્ઠ ઉપર આ લેખ આપે છે અને હું મે પાને તેનું ગુજરાતી ભાષાંતર છે, તે આ પ્રમાણે-ખુશકી જકાતની ઉપજ. એજ પુસ્તકમાં પાછળ આપેલા અંગ્રેજી અનુવાદમાં એમ લાગ્યું છે કે–તલારા એ હાલનું તલાદરા (ગામ) છે. વળી, વીએના ઓરિએન્ટલ જર્નલ, ૧૯૦૭, પૃષ્ઠ ૧૪૩ મે, એમ. જીજરે પ્રકાશિત કરેલા ચીરવા–લેખમાં આ શબ્દ “તલાર અગર “તલાક”