Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 576
________________ જાલેર કિલ્લાના લેખે.ન. ૩૫૧ ] (૨૪૩) અવલોકન -~~~-~~~ઉપરથી જણાય છે કે કાતિપાલે વિ. સં. ૧૨૩૬ થી ૩૯ સુધી રાજ્ય કર્યું હોવું જોઈએ. તેના પુત્ર સમરસિંહે જાલેરની સમીપમાં આવેલા કનકાચલ અથવા સુવર્ણગિરિ નામના પહાડ ઉપર મજબૂત કિલ્લે બંધાવ્યું. છેવટે કાન્હડદેવના વખતમાં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીએ જાહેર ઉપર ચઢાઈ કરી વિ. સં. ૧૩૬૮ માં ત્યાં પિતાની હકૂમત જાહેર કરી. ત્યાર બાદ ત્યાં મુસલમાને જ લાંબા સમય સુધી અધિકાર રહ્યો. હાલમાં જોધપુરના રાઠેડોના વિશાલ રાજ્યનું - માત્ર તે એક જીલલાનું ઠેકાણું ગણાય છે. * જાલોર ગામમાં એક હેટી કબર આવેલી છે જેને હાલમાં - તાપખાના તરીકે ઉપયોગ થાય છે. આ કબરને ઘાટ અજમેરમાં આવેલી સુપ્રસિદ્ધ કબર કે જેને ત્યાંના લેકે “જarફ રિન I mg | કહે છે તેના જેવું છે. આ કબર મોટા ભાગે જૈનમંદિરે ભાંગી. તેમના સામાનથી બંધાવવામાં આવી છે એમ એની બાંધણી અને સ્ત ઉપર આવેલા જુદા જુદા લેખો ઉપરથી જણાય છે. હિંદુઓના મંદિરના અવશેષે પણ છેડા ઘણા માલમ પડે છે તેથી તેમને પણ આના માટે ભોગ લેવાયેલ અવશ્ય છે. - શ્રીયુત ડી. આર. ભાંડારકરના ઉલ્લેખ પ્રમાણે (જુઓ, આંકઓલોજીકલ વેસ્ટર્ન સર્કલ પ્રોગ્રેસ રીપોર્ટ, સન ૧૯૮૫-૬) “ આ કબર ઓછામાં ઓછા ચાર દેવાલની સામગ્રીવડે બનાવવામાં આવી છે જેમાંનું એક તે સિંધુરાજેશ્વર નામનું હિંદુ મંદિર છે અને બીજા ત્રણ આદિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર નામના જૈન મંદિર છે. આમાંનું પાર્શ્વનાથનું મંદિર તે કિલ્લા ઉપર હતું” (૩૫૧) આ નંબરવાળે લેખ ઉપર વર્ણવેલી કબરની પરસાળના એક - ખૂણામાં આવેલા સ્તંભ ઉપરના એક ઉપર એક રહેલા એમ બે

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592