Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 587
________________ કોરિટાના લેખ. નં. ૩૭૩-૭૬ ] (૨૩) અવલોકન મૂર્તિઓ તે પ્રાયઃ દરેક સાધારણ જૈન મંદિરમાંથી મળી આવે છે જેને લે ચોવીસી' કહે છે. . . (૩૭૩–૭૪) મારવાડ રાજ્યના જાલેર અને બાલી પ્રાંતની સરહદ ઉપર એક કેરટા નામનું ગામ આવેલું છે. આ ગામ પ્રાચીન કાળમાં વધારે આબાદ હશે એમ ત્યાંના ખંડેરે વિગેરે જોતાં જણાય છે. લેખમાં આનું નામ કેરટક મળી આવે છે. આ ગામના નામ ઉપરથી એક ગચ્છ પણ જૂના જમાનામાં પ્રસિદ્ધ હતું. એ કેટક ગચ્છનું નામ આ સંગ્રહમાંના આબુ વિગેરે ઘણાક સ્થળોનાં લેખોમાં દષ્ટિગોચર થાય છે. હાલમાં તે એ ગામ તદ્દન ન્હાનું સરખું છે. ત્યાં આગળ ત્રણ જૈમંદિર છે જેમાંનું એક ગામમાં છે અને બે ગામ બહાર 'જગલમાં છે. ગામનું મંદિર શાંતિનાથ તીર્થકરનું છે. તેના મંડપમાં આવેલા બે સ્તંભ ઉપર આ બંને નંબરોના લેખે કેતરેલા છે. પ્રથમના લેખમાં જણાવેલું છે કે યશશ્ચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય પદ્યચંદ્ર ઉપાધ્યાયે પિતાની માતા સૂરિના શ્રેયાર્થે આ સ્તંભ કરાવી આપે. બીજો લેખ પણ આવી જ હકીકતવાળે છે. તેમાં કુકુભાચાર્યના શિષ્ય ભટ્ટારક થુલભદ્ર પિતાની ચેહણી નામની માતાના પુણ્યાર્થે આ સ્તંભ કરાવી આપે, એમ ઉલ્લેખ છે. (૩૭૫-૭૬) આ બે લેખે, ઉકત કેરા ગામની બહાર આવેલા મંદિરમાંના છે જેને લકે બાષભદેવનું મંદિર કહે છે. એ મંદિર ' ની અંદર બે હેટી પ્રતિમાઓ છે જેમના ઉપર આ લેખો કોતરેલા છે. બંનેની મિતિ “સંવત્ ૧૧૪૩ વૈશાખ સુદિ ૩ બૃહસ્પતિ વાર ની છે. આ મિતિ સિવાયને પહેલો ભાગ પદ્ય રૂપે છે અને તે બે અનુષ્યભ ગ્લૅકેને બનેલો છે. કેઈ જેકનામના શ્રાવકે વીરનાથ મહાવીર તિર્થંકરની પ્રતિમા કરાવી અને જેની પ્રતિષ્ઠા આજિતદેવસૂરિના શિષ્ય વિજયસિંહરિએ કરી, આટલી હકીક્ત આ લેખમાં છે.

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592