________________
પ્રાચીન-લેખસંગ્રહ.
(૨૪૨) [ જાલેર કિલ્લાના લેખ નં. ૩૫૦.
'૮–૧૦ પંકિતઓનો સંબંધ પ્રથમની પંકિતઓ સાથે હેય એમ લાગે છે, અને તેમાં કહેવામાં આવ્યું છે કે–માતા ધારમતીના પુણ્યાર્થે સંવત્ ૧૨૬૬ ને યેષ્ઠ સુદિ ૧૩ને શનિવારે આ સ્તંભને સમરાવવામાં આવ્યું હતું ધારમતીને અહિં માતા તરીકે લખી છે તેથી સમજાય છે કે તે રાલ્ડા અને પાલ્લાની જનની હશે.
જાલોર કિલ્લાના લેખ. મારવાડ દેશના દક્ષિણ ભાગમાં જાહેર નામનું એક શહેર, અને જીલ્લાનું મુખ્ય મથક છે. મારવાડની રાજધાની જોધપુરથી ૮૦ માઈલ દૂર અને સુદડી નદીના કાંઠે તે નગર વસેલું છે. જૂના લેખો અને ગ્રંથમાં આ નગરનું જાબાલીપુર એવું નામ મળી આવે છે. સુપ્રસિદ્ધ શ્વેતામ્બર આચાર્ય જિનેશ્વરસૂરિએ વિ. સં. ૧૦૮૦ માં હરિભદ્રાચાર્ય વિરચિત અછક સંગ્રહ નામના ગ્રંથ ઉપર પિતે રચેલી વિદ્રત્તા ભરેલી ટીકાનું સમાપન આજ નગરમાં કર્યું હતું. બીજા પણ અનેક ગ્રંથોમાં આનું નામ મળી આવે છે. આ ઉપરથી જણાય છે કે પ્રાચીન કાળમાં આ સ્થાન જૈનસંસ્કૃતિ અને જાહોજલાલી ભરેલું હતું. રાજકીય ઇતિહાસ ઉપર દષ્ટિપાત કરતાં જણાય છે કે પ્રથમ ત્યાં પરમારનું રાજ્ય હતું. જાલોરમાંથી મળી આવતા લેખમાં સાથી જુને લેખ “સં. ૧૧૭૪ આષાઢ સુંદિયા હૈ” ની મિતિને છે અને તેમાં રાજકર્તા તરીકે વસલ નામના પરમારને ઉલ્લેખ છે. આ લેખમાં વીસલના પહેલાંના ૬ રાજાઓનાં નામઆપેલાં છે. દરેક રાજાના ૨૦ વર્ષ, આ પ્રમાણે ગણિએ તો એકર ૧૨૦ વર્ષ પૂર્વે–અર્થાત વિ. સં. ૧૦૧૪ (ઈ. સ. ૯૯૭) થી ત્યાં એ વંશ રાજ્ય કરતું હતું એમ માની શકાય. પરમારે પછી ત્યાં ચાહમાન (હાણે) નો અધિકાર થશે. એ લેકેના અધિકારની શરૂઆત કયારથી થાય છે તે હજી ચોકકસ જણાયું નથી પરંતુ સુન્યા ટેકરીના લેખમાં જણાવ્યા પ્રમાણે કીતિપાલ હાણે નાડોલથી પોતાની રાજધાની જાહેરમાં આ હતી. બીજા પ્રમાણે
-