________________
પ્રાચીન જેનલેખસંગ્રહ
(ર૨૯)
:
- [ નાડલાઈ
vvvvvv
દરેક ઘાણીમાંથી નિકળતા તેલને $ ભાગ, ચાહુમાણ, (હાણ) પાપયરાના પુત્ર વિશરાકે બક્ષીસ તરીકે આપ્યા છે. ઈત્યાદિ. ..
'' આ લેખ, એજ મંદિરના રંગમંડપમાં પેસતાં ડાબા હાથ તરફ કેરેલે દષ્ટિએ પડે છે.
. .
. . તપાગચ્છના યતિ માણિક્યવિજ્યના શિષ્ય જિતવિજયના શિષ્ય કુશલવિજયના ઉપદેશથી, સં. ૧૭૬૫ ના વૈશાખ માસમાં, ઉકેશ જ્ઞાતિના હરાગેત્રવાળા સાહ. ઠાકરસીના પુત્ર લાલાએ, સોનાને કળશ કરાવ્યું તથા સતરભેદી પૂજા ભણાવી વિગેરે હકીક્ત છે. ' -
આ આદિનાથના મંદિર વિષયમાં, એ પ્રદેશમાં એક ચમત્કારિક દંતકથા ચાલે છે. એ દંતકથા, આકિઓલોજીકલના વેસ્ટન સર્કલના સન ૧૯૫-૦૬ ના પ્રોગ્રેસ રિપોર્ટમાં, શ્રીયુત ડી. આર. ભાંડારકરે પણ નેધેલી છે તેથી વાચકેના જ્ઞાનની ખાતરી ઉક્ત રિપોર્ટમાંથી તેટલે ભાગ અત્ર આપવામાં આવે છે. એ ઉપર જણાવેલા અદિનાથના મંદિરની થોડેક છેટે બ્રાહ્મણોનું એક તપેશ્વર મહાદેવના નામે મંદિર છે, તે મંદિર અને આ આદિનાથના મંદિરને દંતકથામાં પરસ્પર ચ અધ કહેવાય છે તેથી તે બને મંદિરની નોંધ એક સાથે જ લેતાં શ્રીયુત ભાંડારકર લખે છે કે–– . : : : : : : :
તપેશ્વર અને આદીશ્વરનાં બે દેવાલયો વિષે કહેતાં જણાવવું જોઈએ કે, તપેશ્વરનું દેવાલય બ્રાહ્મણ છે. તે પૂર્વાભિમુખ છે. તેમાં મધ્યભાગમાં મુખ્ય મંદિર છે અને તેની આજુ બાજુ ગોળ ફર પ્રદક્ષિણા માગે છે. મંદિરને મંડપ અને કમાને છે. મંડપની આસપાસ બીજી દેવકુલિકાઓ બાંધેલી છે. આ દેવકુલિકાઓમાંથી ઉત્તર દક્ષિણ બાજુની દેવકુલિકાઓમાં સૂર્ય અને ગણપતિની મૂર્તિઓ છે;
' ન દેવાલય આદીશ્વરનું–જને દેવાલય છે. આ બે દેવાલ વિષે દંતકથા ચાલે છે કે–એક વખતે એક જૈન યતિ શિવ ગોસાઈની
!
|