________________
તીર્થના લેખ. નં. ૩૧]
(૨૪)
અવલો.
-
-
પ્રમાણે સાલવાને સુપ્રસિદ્ધ વાકપતિ મુંજ હવે જોઈએ. કારણ કે તે વિ. સં. ૧૦૩૧ થી ૧૫૦ ની લગભગમાં વિદ્યમાન હતું. મેવાડના રાજાનું નામ છે કે સ્પષ્ટ રીતે આપેલું નથી પરંતુ તે વખતે ખુમાણ નામે ઓળખતે રાજા રાજ્ય કરતે હેય તેમ જણાય છે. મેવાડનું અઘાટ તે હાલનું આડુડ જ છે અને તે ઉદયપુરના નવા સ્ટેશનની નજદીકમાં આવેલું છે. આ સ્થાનથીજ ગહિત રાજપૂતોની ઉત્પત્તિ છે અને તેઓ આહુડિઆના નામે પણ હજી ઓળખાય છે. તેમજ ગુજરાતના નૃપતિનું નામ પણ આપવામાં આવેલું નથી પરંતુ સમયના સામિપ્યથી જણાય છે કે તે ચાલુક્ય વંશને પહેલે મુળરાજ હવે સંભવે છે, કે જેનું વર્ણન આગળના ૧૨ મા કાવ્યમાં કરેલું છે. ૧૧ મા કાવ્યમાં, ધવલરાજાએ, મહેન્દ્ર નામના રાજાને, દુર્લભરાજના પરાભવથી બચાવ્યાનું જણાવ્યું છે. પ્રેસર કિલહન દુર્લભરાજને, વિ. સં. ૨૦૩૦ માં લખાએલા હર્ષશિલાલેખમાંના ચાહાન રાજા વિરાજને ભાઈ જણાવે છે. બીજેલિયા અને કનસરીઆ લેખમાં પણ દુર્લભરાજનું નામ આવેલું છે. મહેન્દ્રરાજા પણ ઉક્ત પ્રોફેસરના મત મુજબ, નાડુલાના ચહાના લેખમાં જણાવ્યા પ્રમાણે લમણનો પત્ર અને વિપાલને પુત્ર થતા હતા.
વર મા કાવ્યમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે મુલરાજે ધરણીવરાહુ ઉપર ચઢાઈ કરી તેના રાજ્યનો નાશ કર્યો ત્યારે અનાશ્રિત એવા ધરણીવરાહુને ધવલે આશ્રય આપી તેનું રક્ષણ કર્યું હતું. આમાં જણાવેલ મુલરાજ તે તે નિસંદેહ રીતે ઉપર જણાવેલ ચાલુક્ય મુલરાજજ છે. પરંતુ આ ધરણીવરાહ કેણ છે તે નિશ્ચિત કળી શકાતું નથી. કદાચિત પરમાર વંશને એ રાજા હશે અને તે દંતકથા પ્રમાણે તે નવકેટી મારવાડને રાજાને હતે. આ નવકેટ તેના જુદા જુદા ભાઈઓ વચ્ચે વહેંચી લેવામાં આવ્યા હતા એવી હકીક્ત કેટલાક જુના હિન્દી કાવ્યમાં જોવામાં આવે છે. ૧૩ થી ૧૮ સુધીના પિમાં, સામાન્ય રીતે ધવલના ગુણે વર્ણવામાં આવ્યા છે. ઐતિહાસિક હકીકત કાંઈ નથી. ૧૯ મા પદ્યમાં, તેણે વૃદ્ધાવસ્થા આવેલી જાણી