________________
*
*
૧
પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૮૭) .. . રાણપુર ^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^
annnnnnnnnnnnnnnnnnn - એ દેવાલયના બાંધનાર વિષે તથા તે બાંધવાની રીતે વિષે નીચે પ્રમાણેની હકીકત ત્યાં કહેવાય છે. ધન્ના અને રત્ના નામના બે ભાઈઓ પિરવાડ જાતના હોઈ સિરોહી સ્ટેટના નાન્ડિયા ગામના રહેવાસી હતા. કેઈક મુસલમાન બાદશાહનો પુત્ર જેને પોતાના બાપ સાથે છેષ હતો તે રાજપુતાનામાં થઈને જતો હતો. આ બન્ને ભાઈઓએ તેને ક્રોધ શાંત કર્યો અને પિતાના પિતાને ત્યાં જવા માટે આજીજી કરી. આથી બાદશાહ એટલે બધો ખુશ થયો કે તેણે તે બન્ને ભાઈઓને પિતાની પાસે રાખ્યા. પરંતુ, થોડાક વખત પછી તેમના વિશે કેટલીક અફવાઓ ઉડવાથી તેમને કેદ કરવામાં આવ્યા. બાદશાહે ૮૪ જાતના સિક્કાનો દંડ કર્યો અને તેમને છોડી મુક્યા. આ બે ભાઈએ પિતાને દેશ આવ્યા પણ પિતાનું ગામ નાન્દીયા છોડી દઈને ટેકરી ઉપર આવેલા પાલગડ ( રાણપુરથી દક્ષિણે) રહ્યા. તેઓએ માદડીમાં એક દેવાલય બાંધ્યું જેને રાણપુર કહેતા કારણ કે દેવાલયની બધી જગ્યા રાણું કુંભા પાસેથી તેઓએ ખરીદી હતી. વળી તે જગ્યા એવી શરતે આપવામાં આવી હતી કે તેનું નામ કુંભારાણાના નામ ઉપરથી પાડવું. રાણ” એ “રાણું” નું ટુંકું રૂપ છે અને “પૂર ” એ “પિરવાડ” નું ટુંકું રૂપ છે. એક રાત્રે ધનાએ સ્વપ્નમાં માલગડમાં એક વિમાન દેખ્યું તેથી તેણે કેટલાક સોમપુરાને બોલાવ્યા, અને તે વિમાનનું વર્ણન કર્યું તથા તેનો પ્લાન બનાવવા તેમને કહ્યું. તેમાં મુંડાડાના રહેવાસી દીપા નામના સોમપુરાને પ્લાન પસંદ કરવામાં આવ્યો. કારણ કે તેણે સ્વપ્નમાં જેએલા વિમાનની બરાબર નકલ ઉતારી હતી. જ્યારે માદડી ઉજજડ થયું ત્યારે ઉત્તરમાં છ માઈલ દૂર આવેલા સાદડીમાં લેકે આવી વસ્યા. ધન્ના, તેને ભાઈ રત્ના. અને રત્નાનું કુટુંબ આ બધાં પાલગડથી સાદડીમાં આવી રહ્યા અને ત્યાંથી થોડા વખતમાં ઘાણે- . રાવમાં ગયાં. ઘાણેરાવમાં મને એક નથમલજી શાહ મળ્યો જે કહે છે કે કે હું ચાદમી પેઢીએ રત્નાના વંશનો છું. ધન્નાના વંશમાં કોઈ નથી કારણ કે , તે પુત્રહીન મરણ પામ્યો હતો. નથમલ્લજીએ મને કહ્યું કે રાણપુરના દેવા- *
#–આ ઉપરથી જણાય છે કે ધના અને રત્ના શાહ હતા. શાહ એટલે સાધુ; અને આ નામે પૈસાદારોના નામ સાથે આવતાં એમ લેખે ઉપરથી જણાય છે ; ( જેમકે, વિમલ શાહ, સાધુગુણરાજ, વિગેરે ) મનીઆર વીલીયમ્સના કેપમાં સાધુને .. અર્થ વેપારી, ધીરધાર કરનાર એમ આપ્યો છે, અને તે અર્થ અહીં બરાબર બેસે છે. , વળી શાહ અને સાધુ તથા શાહુકાર એકજ છે. લૌકિક માન્યતા પ્રમાણે જ્યારે વેપારીના પાસે ૮૪ જાતના સિકકા હોય ત્યારે તેને શાહ અગર શાહકાર કહે છે.