________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
( ૧૯૧).
[ રાણપુર
૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
anninn
હશે. હાલમાં જંગલી પશુઓજ ત્યાં રહે છે. ” આ વર્ણન પછી તેમણે નીચેની ટીપ મૂકી છે. “ પોરવાડ જ્ઞાતિના જિન ધર્મના રાણાના એક પ્રધાને આ દેવાલયનો પાયે ઇ. સ. ૧૪૩૮ માં નાખ્યો. ફંડ ઉભું કરીને તે દેવાલય પૂરું કરવામાં આવ્યું. તેને ત્રણ માળ છે અને તેને આધાર ૪૦ ફીટથી પણ ઉંચા પથ્થરના થાંભલાઓ ઉપર રહેલું છે. અંદરના ભાગમાં કાચના કડકાથી મીનાકારી કામ કરેલું છે. નીચેના દેવગૃહોમાં જૈન તીર્થંકરની પ્રતિમાઓ મૂકેલી છે. તે વખતે હિંદી કારીગરી ઉતરતી સ્થિતિમાં હતી તેથી તેમાં બહુ સુંદરતા આપણે જોઈ શકીએ તેમ નથી પરંતુ તેના ઉપરથી ઉતરતી જતી કારીગરીનો ક્રમ આપણે કાઢી શકીએ. વળી આના ઉપરથી એમ પણ જણાય છે કે પહેલાંના મીનાકારીની રીત તે વખતે પણ હતી. મેં તે જોયું નહિ તેથી મને શોક થાય છે.”
' આ પ્રમાણે ટૌડને વૃત્તાંત જે કે ઘણે ભાગે ખરો છે, તે પણ તેમાં ખામીઓ છે. પ્રથમ તો તે દેવાલયનો બાંધનાર પિરવાડ જ્ઞાતિને છે તે બરાબર છે; પરંતુ તે રાણું કુંભાનો પ્રધાન છે એ શા આધારે કહેલું છે? વળી ટૌડ કહે છે કે “ ફંડ ઉભું કરીને એ દેવાલય પૂરું કર્યું એનો અર્થ છે ? વલી તેમણે કહ્યું છે કે તે દેવાલય બાંધવાનો ખર્ચ દસ લાખ કરતાં વધુ થયું છે અને રાણાએ તેમાં ૮૦૦૦૦ પિંડ આપ્યા છે; આ વિગત કયા આધારે લખી છે? ત્રીજી બાબત એ છે કે તે દેવાલય એકાતમાં આવ્યું છે માટે મુસલમાનના જુલમમાંથી બચ્યું છે એ કહેવું વ્યાજબી નથી. લેકામાં એક એવી વાતો ચાલે છે કે રાજપુતાના ઉપર જયારે ઔરંગઝેબે ચઢાઈ કરી ત્યારે તે આ દેવાલયમાં ચઢયા હતા અને મૂર્તિઓ ભાંગવાની શરૂઆત પણ કરી હતી અને હાલ પણ કેટલાંક ભાગેલાં “પરિકરે ” તથા “તેર” છે જે લોકોના કહેવા પ્રમાણે ઔરંગઝેબે ભાગ્યાં હતાં. પરંતુ જે રાત્રે એ ભાંગવાનું કાર્ય શરૂ થયું તેજ રાત્રે તે અને તેની બેગમ માદાં પડયાં; બેગમે સ્વપ્નમાં રાત્રે ઋષભનાથ તીર્થકરને જોયા અને તેમને કહેતા સાંભળ્યા કે “ તું તારા ધણી પાસે આ અનિષ્ટ કાર્ય બંધ કરાવી અને બીજે દિવસે મારી પ્રતિમા પાસે આરતિ કરાવ” આ પ્રમાણે ઔરંગઝેબે કર્યું અને મૂર્તિઓની પૂજા કરી. પૂર્વના સભામંડપમાં આવેલા એક સ્તંભ ઉપર એક
અ ટાડને જ એનાલ્સ એન્ડ એન્ટીકવીઝ ઓફ રાજસ્થાન ” પુ. ૧, પા ૨૬૮ (પ્રકાશક-લહીરી અને કંપની, કલકત્તા, ૧૮૯૪)