________________
પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૯૯) -
રાણપુર , nanesennunnnnnnnnnnnnnnnnnnnnnnnnnnoncerin બનાવ્યાં. નાના પ્રકારની પુતળીઓ વિગેરેના સુંદર કોતરકામ વડે અલંકૃત થએલા અને જેમને જોઈને લેકેના ચિત્ત ચમત્કૃત થાય એવા તે મૂલમંદિરને ૪ બાજુ ૪ ચંદ્ર જેવા ઉજજવળ “ભદ્રપ્રાસાદ” બનાવ્યાં. આવી રીતે તૈયાર થએલું તે મંદિર સાક્ષાત્ નદીશ્વર તીર્થની સાથે સ્પર્ધા કરતું હોય તેમ જણાતું હતું અને તેથી તેનું નામ “ત્રિભુવનદીપક” આવું રાખવામાં આવ્યું. પછી તેમાં સૂર્યના બિબ જેવાં તેજસ્વી એવા આદિનાથતીર્થકરનાં ૪ બિની સમસુન્દરસૂરિના હાથે પ્રવિત્ર પ્રતિષ્ઠા કરાવી. | દીન જાના ઉદ્ધારક એવા ધરણુંક શેઠે એ પ્રતિષ્ઠાના સમયે જે જે આશ્ચર્ય પમાડનારા મહોત્સવ કર્યો તે જોઈને તેણે વિરમયપૂર્વક મસ્તક નહિં ધુણાવ્યું? એ મહોત્સવ પછી એમદેવ વાચકને તેણે આચાર્યપદ અપાવ્યું અને તેના માટે પણ બહુ દ્રવ્ય વ્યય કરીને એક તે જ બીજો મહત્સવ કર્યો. ” * મેહુ નામના એક યતિએ સંવત્ ૧૪૯ ના કાતિક માસમાં રાણકપુરના એ મંદિરનું એક સ્તવન બનાવ્યું છે તેમાં પણ સંક્ષેપમાં આ કાવ્ય પ્રમાણે જ વર્ણન કરેલું છે. એ સ્તવનમાં ધરણા (પન્ના) સેઠનું મૂળ વાસસ્થાન તરીકે રાણપુર જ જણાવ્યું છે, અને તેનું વર્ણન આ પ્રમાણે આપે છે--
હીયડલ હરષઈ મઝ ઉલ્લીઉં, રાણિગપુર દીઠઈ મન વસિલું, અણુહલપુર અહિનાણી. ગઢમઢ મંદિર પિલ સુચગે, નિરમલ નીર વહઈ વિચિ ગંગે ....
પાપ પખાલસુ અંગે. . .. ૧ આમાં રાણકપુરને અણહિલપુર ( પાટણ )ની સાથે સરખાવ્યું છે તેથી
જણાય છે કે એ સ્થાન મેટા નગર જેવું હશે. કેટીધજ વિવહારીઆના વસવાવાળો ઉલ્લેખ પણ એજ વાત સૂચવે છે. ૨ રાણકપુરની વચમાં એક નદી વહેતી હતી તે આજે પણ તેમજ વહે છે.