________________
ހހހހހހހ~~ހހހހހހހހހހހހހހހހހހހހހ
પ્રાચીનલેખસંગ્રહ. (૪૬)
શત્રુંજ્ય પર્વત
-~-~~ અને માલજ્ઞાતિના લઘુશાળી, સા. તુક (કા) (ભાર્યા તેજલદે) ના પુત્ર સા. હાસુજીએ, તાની સ્ત્રી હાસલે, ભાઈ . વક્રુજી ( ભાથ વદે ) અને સા.દેવજી (ભાર્થી દેવલદે), પુત્ર ધર્મદ્રાસ અને ભગિની બાઈ કુંઅ પ્રમુખ સકલ કુબ મેન, સિદ્ધાચલની યાત્રા કરી અને અદભુત–આદિનાથના મંદિરના મંડપનો કાટ સહિત ફરીથી ઉદ્ધાર કરાવ્યું.
છેઠ્ઠી ત્રણ પંક્તિઓમાંને ઘણે ખરે ભાગ ટુટી ગયેલા છે તેથી આચાર્ય વિગેરેના નામે જતાં રહ્યાં છે. લેબની સ્થિતિ જોતાં જણાય છે કે લેબનો એ ભાગ સ્વાભાવિક રીતે જ નષ્ટ થઈ ગયેલા નથી પરંતુ જાણે જોઈને કઇએ તેને નાશ કરે છે. કારણ કે દરેક જગાએ ત્યારે નામના જતા રહ્યા છે ત્યારે “ટ્ટાઢો ....... વંદિતત્તમ આદિ વિશેઘણે સ્પષ્ટ જણાય છે. આથી અવશ્ય કઈ સંપ્રદાયદુરાગ્રહીની આ વર્તણુંક હેવી જોઈએ.
(૩૦) હેટી ટુંકમાં આદીશ્વરના મુખ્ય પ્રાસાદના દક્ષિણકારને સામે આવેલા સહુજ ટ–મદિરના પ્રવેશદ્વારની પાસે આ લેખ આવેલે છે. પતિ સંખ્યા ૧૦ છે. . સં. ૧૬૯૬ ના વૈશાખ શુકલપ રવિવારના દિવસે દીવબંદર નિવાસી સં. ચા ( સ્ત્રી તેજબાઈ) ના પુત્ર સં. વિદજીએ ( સ્ત્રી વયજબાઈ) શ્વકુટુંબ સાથે, શત્રુજ્ય ઉપર ઉગ્ર મંદિર બનાવ્યું અને તેમાં સુપાર્શ્વનાથની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી. પ્રતિષ્ઠા કરનાર આચાર્ય શ્રીવિજયસેનના પટ્ટધર વિજયદેવસૂરિ છે, કે જેમની સાથે યુવરાજ વિજયસિંહરિ પણ હતા.
( ૩૧-૩ર) - એજ મંદિરના, બે ત િઉપર, નં. ૩૧ અને ર ના લેખો કરેલા છે. પહેલા લેખ પદ્યમાં અને ટુંકે છે. બીજે ગદ્યમાં અને તેના કરતાં વિસ્તૃત છે. બંનેમાં વર્ણન એકજ છે.