________________
પ્રાચીન જેનલેખસંગ્રહ,
(૧૫)
fઆરાસણું
આ મંદિરમાંની એક મૂર્તિ આબુ ઉપરના તેજપાલના મંદિરમાં છે જેના ઉપર ૧૨૮ નંબર વાળ લેખકેતરે છે. આથી જણાય છે કે જ્યારે આ ગામ ભાંગ્યું ત્યારે આ મંદિરમાંની મૂર્તિઓ આબુ ઉપર લઈ જવામાં આવી હશે. તેજપાલના મંદિરમાંના બીજ લેખમાં (ન. ૬૫) મુંડસ્થલ ને મહાતીર્થ તરીકે જણાવ્યું છે તેથી સમજાય છે કે તે વખતે એ સ્થલ મહત્વનું મનાતું હશે અને ત્યાં પ્રાચીન. જૈન મંદિરો વધારે હશે. ચંદ્રાવતીની જ્યારે ચઢતી કલા હતી ત્યારે તેની આસપાસનો આ બધે પ્રદેશ સમૃદ્ધિ અને જિન પ્રજાથી ભરપૂર હતો એમ નિશંસય રીતે આ લેખે ઉપરથી જણાય છે. મુસલ-. માના આક્રમણોના લીધે ચંદ્રાવતી ઉજડ થઈને તેની સાથે તેના સમીપતી સ્થળો પણ નષ્ટ થયાં. કાલના કઠેર પ્રહારોથી જર્જરિત થઈ સદાના માટે નામશેષ થઈ જવાની અણી ઉપર આવી રહેલા આ મુંડસ્થલ જેવા સ્થલના ભગ્નાવશેષ મંદિરને તેમ થતાં અટકાવનાર કેઈસિરપાલ જે શ્રાવક બહાર પડે તે ઘણું સારું થાય.
આરાસણ તીર્થના લેખો.
આબુ પર્વતની પાસે આવેલા અંબાજી નામના હિંદુઓના પ્રસિદ્ધ દેવસ્થાનથી દક્ષિણ-પૂર્વ દિશામાં એક–દેઢ માઈલને છેટે કુંભારિઆ નામનું જે ન્હાનું સરખું એક ગામ વસે છે તે જ પ્રાચીન આરાસણ, તીર્થ છે. તીર્થ એટલા માટે કે ત્યાં આગળ જેનેના ૫ સુન્દર અને પ્રાચીન મંદિરો આવેલાં છે. મંદિરની કારીગરી અને બાંધણી ઘણી. જ ઉંચા પ્રકારની છે. બધાં મંદિરે આબુનાં મંદિર જેવાં ધોળા, આરસપહાણના બનેલાં છે. એ સ્થાનનું જુનું નામ “આરાસણાકર ” છે તેને અર્થ “આરસની ખાણ એ થાય છે. જેને જોતાં એ નામની યથાર્થતા તુરત જણાઈ આવું છે. પૂર્વે એ સ્થળે આરસની હેટી ખાણ હતી. આખા ગુજરાત પ્રાંતમાં અહીંથી જ આરસ જ હતે. વિમલસંહ અને વસ્તુપાલ તેજપાલ આદિએ આબુ વિગેરે